Shocking Facts : પીઠે સાથ આપ્યો હોત તો મુન્નાભાઈ સંજૂ નહીં, શાહરુખ હોત..!

અમદાવાદ, 14 મે : બૉલીવુડ સ્ટાર્સ, તેમની ફિલ્મો, તેમના પાત્રો આપણને ક્યાંકને ક્યાંક બહુ પ્રભાવિત કરે છે. આપણે સૌ આ પાત્રોથી બહુ પ્રભાવિત થતા હોઇએ છીએ અને સામાન્યતઃ પોતાના જીવનમાં તેમને ઉતારવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ આ જ સ્ટાર્સ સાથે જોડાયેલી કેટલીક એવી બાબતો હોય છે કે જે આપણે નથી ખબર. સામાન્ય રીતે આવા સ્ટાર્સ આપણને તેવા જ લાગે છે કે જેવા તેઓ પોતાની જાતને રૂપેરી પડદે બતાવે છે, પરંતુ આપણે એમ નથી વિચારતાં કે તેમના જ જીવનનું વધુ એક પાસુ પણ છે કે જે આપણાથી વણસ્પર્શ્યુ રહે છે.

સામાન્ય રીતે આપણી જ મનપસંદ ફિલ્મો સાથે જોડાયેલી અનેક એવી વાતો છે કે આપણે ખબર નથી હોતી. આપણે પણ જાણવા માંગીએ છીએ કે પડદા પાછળ શું થાય છે? ગૉસિપ પણ આ જ વાતો પર આધારિત હોય છે કે પડદા પાછળ શું થયું? આપણને પણ આ જ વાતમાં રસ હોય છે. દાખલા તરીકે આપણે બચ્ચન પરિવારના બહુ મોટા ફૅન છીએ, પરંતુ આપણામાંથી ઘણાને ખબર નહીં હોય કે બચ્ચન પરિવાર જ છેલ્લા વર્ષે સૌથી વધુ ટૅક્સ ભરનાર પરિવારોમાંનો એક છે. ગત વર્ષે બચ્ચન પરિવારે લગભગ 53.81 કરોડ રુપિયાનો ટૅક્સ ભર્યો.

કદાચ આપને એ પણ નહીં જાણ હશે કે મુન્નાભાઈ માટે શાહરુખ ખાન પ્રથમ પસંદગી હતાં, પરંતુ શાહરુખે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો, કારણ કે તે વખતે શાહરુખ પોતાની પીઠના દુખાવાથી હેરાન હતાં. આવો કેટલીક એવી જ ઇંટરેસ્ટિંગ વાતો આપની સાથે શૅર કરીએ છીએ આપના જ મનગમતા ફિલ્મો-કલાકારો અંગે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

વર્ષ 2013માં રિલીઝ થયેલ અને કરોડોની કમાણી કરનાર ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના એક દૃશ્ય દરમિયાન શારુખ ખાને દીપિકા પાદુકોણેને ખોળે ઉપાડી 800 સીડીઓ ચઢવાની હતી. હકીકતમાં મુન્નાર શહેરમાં આ રસમ અદા કરવામાં આવે છે કે જેના વડે તપાસવામાં આવે છે કે પતિ પોતાની પત્નીનો ભાર ઉપાડવાની હિમ્મત અને તાકાત ધરાવે છે કે નહીં. શાહરુખે જ્યારે દીપિકાને પોતાની બાહોમાં ઉપાડી, તો દીપિકાએ જણાવ્યું કે શું તેમની અંદર તાકાત છે કે તેઓ આટલી સીડીઓ ચઢી શકે? શાહરુખે તરત હા કહી, પણ ત્યારે તેમને ખબર નહોતી કે સાચે જ આ 800 સીડીઓ ચઢવાની વાત છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશન જ્યારે માત્ર 21 વર્ષના હતાં, ત્યારે તેઓ સ્કોલીઓસિસથી પીડાતા હતાં. તબીબોએ કહ્યુ હતું કે તેઓ ક્યારેય ડાન્સ નહીં કરી શકે કે પછી બૉલીવુડ સ્ટાર્સની જેમ સ્ટંટ નહીં કરી શકે, પણ હૃતિકે પોતાની સ્ટ્રૉંગ વિલ પાવરના પગલે તબીબોની વાતને ખોટી સાબિત કરી દીધી.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય એક, બે કે ત્રણ નહીં, પણ છ ભાષાઓ બોલી શકે છે. વિશ્વ સંદરી ઐશ મહારાષ્ટ્રના હોવા છતાં તામિળ, તેલુગુ, મરાઠી ભાષા પણ બોલી શકે છે. ઉપરાંત ઐશે વિદ્યાર્થી કાળમાં બંગાળી પણ શીખેલી છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

અક્ષય કુમાર ખૂબ જ અંધવિશ્વાસુ છે. તેઓ કંઈ પણ લખતા પહેલા પેજની ઉપર ઓમ લખે છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

બૉલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા સમયના પાબંદ રહ્યાં છે. અનેક વખત તેઓ સવારે વહેલા ઉઠી પોતે જ ફિલ્મીસ્તાન સ્ટુડિયોના ગેટ ખોલે છે, જ્યારે ગેટકીપર કે ચોકીદાર સૂતા હોય છે.

રાખી ગુલઝાર

રાખી ગુલઝાર

રાખી ગુલઝારનો જન્મ 15મી ઑગસ્ટ, 1947ના રોજ થયો હતો કે જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો હતો.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

ખૂબસૂરત ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટાને 203માં મુંબઈ અંડરવર્લ્ડ વિરુદ્ધ ખુલ્લેઆમ ઊભા થવાની હિમ્મત દાખવવા બદલ ગોડફ્રેનો માઇંડ ઑફ સ્ટ્રીલ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત કોરિયોગ્રાફર શ્યામક દાવર દ્વારા ઇંસ્પાયર કરવાના કારણે જ એક્ટિંગ ક્ષેત્રે આવ્યાં.

હૃતિક-સલમાન

હૃતિક-સલમાન

બહુ ઓછા લોકોને ખબર છે કે પોતાની પ્રથમ ફિલ્મ કહો ના પ્યારની રિલીઝ પહેલા હૃતિક રોશને સલમાનના અંડરમાં જ ટ્રેનિંગ લીધી હતી.

રાજ કપૂર

રાજ કપૂર

રાજ કપૂરે પોતાની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમના પ્રીમિયર સુધી દારૂ અને શાકાહારને હાથ નહોતા લગાડ્યાં.

શોએબ અખ્તર

શોએબ અખ્તર

કદાચ જ કોઈને ખબર હશે કે ગૅંગસ્ટર ફિલ્મમાં દયા શંકરના પાત્ર માટે સૌપ્રથમ ક્રિકેટર શોએબ અખ્તરને એપ્રોચ કરવામાં આવ્યા હતાં. આ પાત્ર અબુ સલેમ પર આધારિત હતું.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રને તેમની પ્રથમ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે માટે માત્ર 51 રુપિયા મહેનતાણુ અપાયુ હતું.

શ્રીદેવી

શ્રીદેવી

શ્રીદેવીએ માત્ર 13 વર્ષની વયે તામિળ ફિલ્મ મોંડરૂ મુડિચૂમાં રજનીકાંતની ઓરમાન માતાનો રોલ કર્યો હતો.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

સ્વદેશ ફિલ્મ એકમાત્ર એવી ફિલ્મ છે કે જેનું શૂટિંગ નાસાની ઑફિસ-ફ્લોરિડા ખાતે કરાયુ હતું. આશુતોષ ગોવારીકરે ફ્લોરિડા-અમેરિકામાં નાસાના સ્પેસ સેંટરમાં બેસી પૅડ 39 એના લૉન્ચિંગનું શૂટિંગ કર્યુ હતું. ફિલ્મમાં શાહરુખને નાસાના સાઇંટિસ્ટ તરીકે દર્શાવાયાં છે.

મિસ્ટર ઇન્ડિયા

મિસ્ટર ઇન્ડિયા

શેખર કપૂરની મિસ્ટર ઇન્ડિયા હકીકતમાં અમિતાભ બચ્ચન માટે લખાઈ હતી, પણ અમિતાભે ઇનકાર કરતાં આ ફિલ્મ અનિલ કપૂરને મળી ગઈ.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

મુન્નાભાઈ નામ લેતા જ આપણી સામે સંજય દત્તનો ચહેરો ઉપસી આવે છે. સંજય દત્તે મુન્નાભાઈ એમબીબીએસ જ નહીં, પણ લગે રહો મુન્નાભાઈમાં પણ મુન્નાભાઈના પાત્રને જીવંત કરી બતાવ્યું, પરંતુ જો શાહરુખની પીઠમાં દુખાવો ન થયો હોત, તો આપણને મુન્નાભાઈ તરીકે સંજૂ બાબા નહીં, પણ શાહરુખ ખાન જોવા મળ્યા હોત. મુન્નાભાઈ એમબીબીએસ માટે શાહરુખને જ એપ્રોચ કરાયા હતાં, પરંતુ તેઓએ પીઠ દર્દના કારણે આ ફિલ્મ નકારી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X