• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shocking : ઐશ્વર્યા રાયે કરેલા 16 ચોંકાવનારા ખુલાસા!

|

મુંબઈ, 13 ઑગસ્ટ : ભૂતપૂર્વ વિશ્વ સુંદરી અને બૉલીવુડમાં સેક્સી મમ્મી તરીકે જાણીતા અભિનેત્રી ઐશ્વર્યા રાય ભલે આજકાલ ફિલ્મોથી દૂર હોય, પણ પોતાના સૌંદર્યના કારણે એડ અને ઇવેંટમાં તેઓ હંમેશા ચર્ચામાં રહે છે.

વિશ્વ સુંદરીથી શરુઆત કરી બૉલીવુડ અભિનેત્રી, પછી બચ્ચન ખાનદાનની પુત્રવધુ અને પછી આરાધ્યાની મમ્મી તરીકે નવી-નવી ઓળખો સ્થાપિત કરનાર ઐશ્વર્યા રાય આજકાલ પોતાના કમબૅક અંગે ચર્ચામાં છે. તેમણે દિગ્દર્શક સંજય ગુપ્તાની ફિલ્મ જઝ્બા સાઇન કરી છે કે જેમાં ઐશ્વર્યા રાય એક્શન રોલમાં નજરે પડવાના છે. ફિલ્મમાં તેના હીરો હશે જ્હૉન અબ્રાહમ કે જેઓ ડૅશિંગ અભિનેતા ગણાય છે.

હવે જ્યારે બૉલીવુડ દિવા ઐશ્વર્યા રાય ફિલ્મોમાં કમબૅક કરી રહ્યા છે, ત્યારે અમે આપના માટે લઈને આવ્યા છીએ તેમના એવા કેટલાક ચોંકાવનાર અને શૉક આપતા ખુલાસાઓ કે જેના વિશે આપે પણ ક્યારેય નહીં સાંભળ્યુ હોય. ઐશ્વર્યા રાય પોતાના લાંબા કૅરિયર દરમિયાન અનેક પ્રકારના વિવાદોમાં પણ સપડાયેલા રહ્યા છે અને તે દરમિયાન તેમણે અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

ચાલો ઐશની તસવીરો સાથે જાણીએ તેમના ચોંકાવનારા ખુલાસાઓ :

પહેલી ફિલ્મ

પહેલી ફિલ્મ

એ સાચુ છે કે ઐશ્વર્યા રાયની પહેલી રિલીઝ ફિલ્મ જીન્સ હતી, પણ જો ઐશ્વર્યા રાયે પહેલી ફિલ્મની ઑફર ન ઠુકરાવી હોત, તો તેમની પહેલી ફિલ્મ રાજા હિન્દુસ્તાની હોત. ઐશે આ અંગે કહ્યુ હતું કે તેમણે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવો હતો અને તેથી તેમની પાસે રાજા હિન્દુસ્તાની કરવાનો સમય નહોતો.

બ્રેક-અપ અંગે નિવેદન

બ્રેક-અપ અંગે નિવેદન

ઐશ્વર્યા રાયે સલમાન ખાન સાથે થયેલ બ્રેક-અપ બાદ નિવેદન કર્યુ હતું, ‘જ્યારે મેં તેમની સાથેના તમામ સંબંધો પૂરા કરવા અંગેનું નિવેદન લખ્યુ હતું, ત્યારે હું હૉસ્પિટલના બિછાને હતી. હૉસ્પિટલમાં મારી પાસે વિચારવાનો બહુ સમય હતો અને તે પછી જ મેં આવો નિર્ણય કર્યો હતો.'

સલમાન સાથે કામ

સલમાન સાથે કામ

સલમાન ખાન સાથે કામ કરવા અંગેના પ્રશ્નના જવાબમાં તેમના એક્સ ગર્લફ્રેન્ડે જણાવ્યુ હતું - સલમાન સાથે કામ કરવાનનો સવાલ જ નથી અને તમે તે જ સવાલ કરી રહ્યા છો.

આંતરરાષ્ટ્રીય નોંધ અંગે

આંતરરાષ્ટ્રીય નોંધ અંગે

ઐશે કહ્યુ હતું - જો હું પ્રથમ આંતરરાષ્ટ્રીય નોંધ અંગે કહું, તો તે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે કે જે મારા માટે સીમાચિહ્ન રૂપ છે અને તે દેવદાસ ફિલ્મ સાથે શરૂ થયુ હતું.

માતૃત્વના દબાણ અંગે

માતૃત્વના દબાણ અંગે

ઐશ્વર્યા રાય લગ્ન અને સગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ચર્ચામાં હતાં. કહેવાતુ હતું કે ઐશ દબાણમાં આવી સગર્ભા થયા છે. ઐશે ખુલાસો કર્યો હતો - મને કોઈ પણ બાબત પજવતી કે થકવતી નથી. મેં ઘણા દિવસો અને રાત્રિઓ ઊંઘ્યા વગર પસાર કરી છે અને મગજમાં હકારાત્મકતા હતી કે જે તેમને ક્યારેય પજવી કે થકવી ન શકે.

Bride and Prejudice

Bride and Prejudice

હું ગુરિંદરની ખૂબ ખૂબ આભારી છું, કારણ કે તે ફિલ્મ (Bride and Prejudice) ખૂબ જ મહત્વની હતી. તે ઇંગ્લિશ ક્લાસિકમાંથી એડૉપ્ટ કરાઈ હતી અને તેને ભારતીય વાતાવરણ મુજબની બનાવવામાં આવી હતી. જ્યારે હું ગઈ, ત્યારે લોકોએ મારી નોંધ લીધી. તે પણ આશ્ચર્યજનક હતું કે ઑડિયંસમાં લોકોની સંખ્યા અપેક્ષા કરતા વધુ હતી.

ડાયેટ નથી કર્યુ

ડાયેટ નથી કર્યુ

આ એક ચોંકાવનારો ખુલાસો હતો ઐશનો. પ્રસુતિ બાદના વજન વધારાના કારણે ટીકાઓનો ભોગ બનનાર અને 2014માં કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નવા કિલર અવતાર સાથે રજૂ તનાર ઐશ્વર્યાએ જણાવ્યું - જ્યારે ભોજનની વાત આવે, ત્યારે હું ભોજનને પ્રેમ કરુ છું. હું મારા ભોજન સાથે કમ્ફર્ટેબલ છું. મેં ક્યારેય ડાયેટિંગ નથી કર્યું. હું ભોજનની મજા માણુ છું.

વજન વધારા અંગે

વજન વધારા અંગે

પ્રસુતિ બાદના વજન વધારા અંગે ઐશે જણાવ્યું - હું કોણ છું? હું એક માતા છું. આવું બની શકે છે અને મારી સાથે બન્યું છે અને તે સારૂં છે (વજન વધારો). હું એકલી નથી કે પ્રસુતિ બાદ જેનું વજન વધ્યુ હોય. તમે અનુમાન કરી શકો કે આવુ સગર્ભાવસ્થાના કારણે થયું અને તે જણાવે છે કે હું લોકોની નજરોમાં રીયલ લાઇફ જીવુ છું.

બ્લૉગિંગ અંગે

બ્લૉગિંગ અંગે

ઐશે કહ્યુ હતું - મારી પાસે પા (સસરા અમિતાભ બચ્ચન)નું બ્લૉગ છે... લોકો બહુ સરળતાથી તેમની સાથે ઇંટરેક્ટ થઈ શકે છે... અભિષેક અને હું બ્લૉગને પ્રેમ કરીએ છીએ, પણ અમારી પાસે સમય નથી. જ્યારે સમય હોય, ત્યારે અમે મીડિયા સામે આવીએ જ છીએ.

લગ્ન-સગર્ભાવસ્થા અંગે

લગ્ન-સગર્ભાવસ્થા અંગે

ઐશનો ખુલાસો - લગ્નના બે વરસ બાદ સુધી દરેક જગ્યાએ લોકોએ મને નવવધુ તરીકે શુભેચ્છાઓ પાઠવી. એ પણ સાચુ હતું કે હું સગર્ભા હતી. અમે જ્યાં પણ ગયાં, ત્યારે મેં, અભિષેક અને આરાધ્યાએ લોકોના ખૂબ-ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ પ્રાપ્ત કર્યાં.

તેમની મજબૂતી અને નબળાઈ

તેમની મજબૂતી અને નબળાઈ

મારો પરિવાર મારી મજબૂતી અને નબળાઈ છે. ઐશે એક વખત કહ્યુ હતું - તેઓ (માતા બૃંદ્યા રાય) મારી શક્તિના કેન્દ્રબિંદુ છે કે જેમણે કોમળતાપૂર્વક મને ઉછેરી. જ્યારે હું ડાઉન થઈ, ત્યારે તેમણે મને આત્મવિશ્વાસ આપ્યો.

આરાધ્યાનું સ્મિત બધું

આરાધ્યાનું સ્મિત બધું

"It's splendid, it's inescapable...the bliss is just wonderful. A smile from my daughter and that's it."

પહેલી અંગ્રેજી ફિલ્મ અંગે

પહેલી અંગ્રેજી ફિલ્મ અંગે

હું ભયભીત હોવા કરતા વધુ ઉત્સાહિત હતી પહેલી અંગ્રેજી ફિલ્મમાં કામ કરવા અંગે.

હું ભીખ ક્યારેય નહીં માંગુ

હું ભીખ ક્યારેય નહીં માંગુ

જ્યારે ઐશ્વર્યા રાય સિલ્વર સ્ક્રીન ઉપરથી ગાયબ હતાં અને માતૃત્વનો આનંદ માણતા હતાં, ત્યારે તેમણે કહ્યુ હતું - હું એવા રોલ અંગે જાણુ છું કે જે મારી ઉપર સૂટ કરશે. એવો રોલ મળતા હું ફિલ્મ સાઇન કરીશ. હું ક્યારેય ભીખ નહીં માંગું.

ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ અંગે

ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ અંગે

ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓનું શોષણ થાય છે, પરંતુ કેટલાક એવા કલાકારો છે કે જે ન્યુડિટીને સ્ટારડમનું શૉર્ટ કટ સમજે છે.

આ પણ વાંચી જ નાંખો...

આ પણ વાંચી જ નાંખો...

દીપિકા, પ્રિયંકા, કરીના, આલિયા, શ્રદ્ધા, કૅટરીના.... આ રહી Top Most બૉલીવુડ અભિનેત્રીઓ

English summary
Aishwarya Rai Bachchan is a well known household name in India as well as abroad. There are interesting revelations done by Aishwarya Rai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more