શોલે 3ડીને જોઇએ ફોર વીક વિંડો, જાન્યુઆરીમાં થશે રિલીઝ
મુંબઈ, 10 ઑક્ટોબર : 1975ની સુપરહિટ ફિલ્મ શોલેની 3ડી આવૃત્તિ શોલે 3ડી જાન્યુઆરી 2014માં રિલીઝ થવાની શક્યતા છે. અગાઉ આ ફિલ્મ અમિતાભ બચ્ચનના 71મા જન્મ દિવસે 11મી ઑક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મ નિર્માતા પોતાની ફિલ્મ માટે ફોર વીક વિંડો માંગે છે.

ફિલ્મના રજુઆતકર્તા જયંતીલાલ ગડાએ એક નિવેદનમાં જણાવ્યું - અમે ફિલ્મ માટે થિયેટરો પાસે ચાર અઠવાડિયાનો સમય આપવાનો અનુરોધ કર્યો છે. હજી આ અંગે વાતચીત ચાલી રહી છે. શક્ય છે કે આવતા વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મ રિલીઝ થઈ જશે.
શોલે ફિલ્મના 3ડી પ્રોજેક્ટ ઉપર ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. ગડાએ જણાવ્યું - આ એક જૂની ફિલ્મ છે. અમે ફિલ્મ માટે એક વીક નથી માંગતા. જોકે શોલે 3ડી ફિલ્મ હાલ ચેન્નઈ એક્સપ્રેસ જેમ ધડાકાભેર શરુઆત કરનાર ફિલ્મો જેવી નથી. રમેશ શિપ્પી દિગ્દર્શિત શોલે ભારતીય સિનેમામાં ખૂબ જ ઉંચો મુકામ ધરાવે છે. ફિલ્મમાં ધર્મેન્દ્રે વીરૂ, અમિતાભ બચ્ચને જય, હેમા માલિનીએ બસંતી તથા અમઝદ ખાને ગબ્બર સિંહનો યાદગાર રોલ કર્યો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
