સૈફ-ઇલિયાનાને લઈ હાસ્ય ફિલ્મ બનાવશે નિદીમોરૂ-કૃષ્ણા
મુંબઈ, 2 મે : બૉલીવુડની દિગ્દર્શક જોડી રાજ નિદિમોરૂ તથા કૃષ્ણ ડી કે પોતાની ફિલ્મ ગો ગોવા ગોનની રિલીઝ બાદ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝ સાથે જૂનમાં આગામી હાસ્ય ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

દિગ્દર્શક કૃષ્ણે જણાવ્યું - આ રોમાંસથી ભરપૂર હાસ્ય ફિલ્મ છે અને અમે ગો ગોવા ગોનની રિલીઝ બાદ તેનું શૂટિંગ શરૂ કરશે. જૂનમાં તેનું શૂટિંગ શરૂ કરવાની શક્યતા છે. ફિલ્મનું નામ હજી નક્કી નથી. ફિલ્મનું સમગ્ર શૂટિંગ અમેરિકામાં થશે.
નિદિમોરૂ તથા કૃષ્ણની જોડીએ 99 તથા શોર ઇન ધ સિટી જેવી ફિલ્મો બનાવી છે. તેમની આગામી ફિલ્મ ગો ગોવા ગોન 10મી મેના રોજ રિલીઝ થવાની છે. કૃષ્ણા ડી કે કહે છે - અમે પોતાની ફિલ્મમાં સૈફને લીધાં, કારણ કે તેમનું હાસ્ય અભિનય કમાલનું છે. તેઓ મજાના માણસ છે અને કોઇક ગંભીર પાત્રના સ્થાને હું તેમને હાસ્ય રોલમાં જોવું પસંદ કરીશ.












Click it and Unblock the Notifications
