Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટ્વિટર પર છવાયો ‘મુંબઈનો નવો બાપ’ માન્યા સુર્વે

મુંબઈ, 23 જાન્યુઆરી : જ્હૉન અબ્રાહમ આજકાલ પોતાની શર્ટલેસ બૉડી અંગે ખૂબ ચર્ચામાં છે. તેમણે પોતાની આવનાર ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં વગર શર્ટે પોતાની 8 પૅક્સ બૉડી કંઇક એવી રીતે બતાવી છે કે લોકો ફિલ્મનો ફર્સ્ટ લુક જોઈ ઘેલા થઈ રહ્યાં છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પણ જ્હૉનની શર્ટલેસ બૉડી જ ચર્ચાનો વિષય બની છે.

John Abraham

લોકોનું કહેવું છે કે ફિલ્મમાં જ્હૉન ખૂબ શ્રેષ્ઠ દેખાય છે અને લોકોએ મુંબઈના નવા બાપ એટલે કે માન્યા સુર્વેના નામ સાથે જ્હૉન અબ્રાહમનો પોસ્ટર નાંખ્યો છે. જ્હૉનની ફિલ્મ શૂટઆઉટ એટ વડાલાનું ટ્રેલર રિલીઝ થયું છે અને આ ટ્રેલરમાં જ્હૉન પોતાની 8 પૅક્સ બૉડી દાખવતાં નજરે પડે છે. ફિલ્મમાં જ્હૉન સાથે અનિલ કપૂર, કંગના રાણાવત, મનોજ બાજપાઈ તેમજ સોનૂ સૂદ પણ છે. દિગ્દર્શક સંજય ગુપ્તા છે.

ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ટ્વિટર પર લોકોએ જ્હૉનની બૉડી તેમજ તેમના લુકના ખૂબ વખાણ શરૂ કર્યાં છે. નિયા શાહદાદે લખ્યું - પ્રથમ વાર હું જ્હૉન અબ્રાહમ માટે ફિલ્મ જોવા માંગુ છું. માન્યા સુર્વે ખૂબ જ પ્રભાવિત કરે છે.

લોકોને જ્યારે પુછાયું કે શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં જ્હૉનનો લુક કેવો લાગ્યો, તો સૌનો એક જ જવાબ હતો બહેતરીન. સંજય ગુપ્તાએ જણાવ્યું કે આવું પ્રથમ વાર બનશે કે જ્યારે કોઈ ડૉન શર્ટલેસ સ્ક્રીન ઉપર દેખાશે. ફિલ્મમાં પ્રથમ વાર માન્યા સુર્વેનું મુંબઈ પોલીસ દ્વારા કરાયેલ એનકાઉંટર બતાવાયું છે. આ બનાવ વડાલા ખાતે આવેલ સંગમનગરમાં વિદ્યાલંકાર ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીમાં 1લી નવેમ્બર, 1982ના રોજ બન્યો હતો. આ એનકાઉંટર દરમિયાન માન્યા સર્વેનું મોત થયુ હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X