જૉની ગદ્દાર કરતાં વધુ વરવા સ્વરૂપે દેખાશે નીલ!
મુંબઈ, 3 જૂન : વર્ષ 2007માં આવેલી જૉની ગદ્દાર ફિલ્મ યાદ છે આપને? જરા યાદ કરી જુઓ જુગારનો અડ્ડો ચલાવતા જૂથના સભ્ય વિક્રમને. ઘૃણા અને બદલાની આગમાં દાઝતો વિક્રમ એટલે કે નીલ નિતિન મુકેશનું હવે વધુ વરવું રૂપ જોવા મળશે તેમની આગામી ફિલ્મ શૉર્ટકટ રોમિયોમાં.

નીલ નિતિન મુકેશ કહે છે કે શૉર્ટકટ રોમિયો જૉની ગદ્દા કરતાં એક ડગલું આગળ છે. નીલે આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવી છે. જૉની ગદ્દારમાં નીલે વિક્રમ નામના એવા પાત્રોનો રોલ કર્યો હતો કે જે પૈસા માટે કોઈ પણ હદે જઈ શકે છે. નીલના અભિનયના વખાણ થયા હતાં.
સુશી ગણેશન દિગ્દર્શિત શૉર્ટકટ રોમિયોમાં નીલ સાથે અમીષા પટેલ અને પૂજા ગુપ્તા પણ છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન નીલે જણાવ્યું - છેલ્લા કેટલાંક વખતથી મને એવી સ્ક્રિપ્ટની શોધ હતી કે જે મને જૉની ગદ્દા કરતાં એક ડગલું આગળ લઈ જાય. પછી મને સુશી ગણેશન સાથે મુલાકાતની તક મળી. તેમણે મને સ્ક્રિપ્ટ સંભળાવી, ત્યારે મને લાગ્યું કે જો હું જૉની ગદ્દારના પાત્રને આગળ લઈ જવા માંગું, તો તેના માટે શૉર્ટકટ રોમિયો યોગ્ય ફિલ્મ છે. આ ફિલ્મમાં નીલનું પાત્ર કોઈ પણ રીતે અમીર બનવા માંગે છે.












Click it and Unblock the Notifications
