Mahadev Betting App: રણબીર કપૂર બાદ હવે શ્રદ્ધા કપૂરને EDએ મોકલ્યા સમન, ટૂંક સમયમાં થશે પૂછરછ
Mahadev Online Gaming Controversy: મહાદેવ બેટિંગ એપ કેસમાં બૉલિવુડ સ્ટાર્સની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. આ કેસમાં અનેક સેલિબ્રિટીના નામ સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અલગ-અલગ તારીખો આપીને તેમને આ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલામાં હવે બૉલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું છે.
ઈડીએ આ કેસમાં અગાઉ અભિનેતા રણબીર કપૂરને સમન્સ પાઠવ્યું હતું. તેણે 6 ઓક્ટોબરે અભિનેતાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ સિવાય કોમેડિયન કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરેશી, હિના ખાનના નામ પણ આ કેસમાં સામે આવ્યા છે. હવે શ્રદ્ધા કપૂરને આજે એટલે કે 6 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

શ્રદ્ધા કપૂરને રાયપુરની ઈડી ઑફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. જ્યાં રણબીર કપૂર સહિત અન્ય ઘણા સ્ટાર્સને પણ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂરે બે અઠવાડિયાનો સમય માંગ્યો છે. મિડ-ડેના એક અહેવાલ મુજબ, રણબીર કપૂરે કેટલાક અંગત કારણોસર બે અઠવાડિયાનું એક્સટેન્શન માંગ્યું છે.
તમને જણાવી દઈએ કે મહાદેવ ગેમિંગ એપ કે જેમાં ગેરકાયદેસર રીતે સટ્ટો રમાય છે, તેને બૉલિવુડ સ્ટાર્સ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. આ કેસમાં જે સ્ટાર્સના નામ સામે આવ્યા છે તેમણે આ એપની જાહેરાત માટે મોટી રકમ વસૂલ કરી છે. આ સિવાય આ તમામ હસ્તીઓએ આ એપના માલિકના લગ્નમાં હાજરી આપી હતી. આ જ કારણ છે કે, મહાદેવ ગેમિંગ એપ કેસમાં ઘણા સ્ટાર્સ સામે ગાળિયો કસવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઈડી દ્વારા અન્ય કયા સ્ટાર્સની પૂછપરછ કરશે એ જોવાનુ રહેશે.












Click it and Unblock the Notifications
