ગોડમધર કે ગેંગસ્ટર? એ દર્શકોએ નક્કી કરવાનું છે: શ્રદ્ધા કપૂર

Written By:
Subscribe to Oneindia News

શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'હસીના પારકર' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બહેના હસીના પારકરની જીવનકથા પર આધારિત બાયોપિક છે. ડાયરેક્ટકર અપૂર્વ લાખિયાની આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી ત્યારથી જ આ ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરમાં હસીના પારકર તરીકે શ્રદ્ધા કપૂર છવાઇ ગઇ છે. જો કે, કેટલાક લોકોનું માનવું છે કે, ટ્રેલરમાં કેટલાક સિનમાં શ્રદ્ધા ફિટ બેસતી નથી. રિસન્ટલી એક ઇવેન્ટમાં આ અંગે વાત કરતાં શ્રદ્ધાએ જણાવ્યું કે, હસીના પારકરના રોલ માટે તેણે અનેક ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું.

આ એક પ્રોસેસ છે

આ એક પ્રોસેસ છે

શ્રદ્ધાએ કહ્યું હતું કે, 'અપૂર્વએ આ વિષય પર ખૂબ રિસર્ચ કર્યું છે. આ એક પ્રોસેસ છે, અમે રોજ એ વાતે ચર્ચા કરતા હતા કે, આ કેરેક્ટરને પડદા પર કઇ રીતે જીવંત કરવું. કેરેક્ટરની સ્કિનમાં જવું ખૂબ જરૂરી છે.'

ફિલ્મમાં માત્ર હિંસા દેખાડવામાં નથી આવી

ફિલ્મમાં માત્ર હિંસા દેખાડવામાં નથી આવી

'આથી જ મારો લૂક એકદમ હસીના જેવો કરવામાં આવ્યો છે. એ ખૂબ જરૂરી હતું. અમે અનેક વસ્તુઓ અજમાવી જોઇ હતી. મને આશા છે કે, લોકોને આ ફિલ્મ પસંદ પડશે. ટ્રેલર પરથી તમને કદાચ લાગે કે આ ફિલ્મમાં ઘણી હિંસા દેખાડવામાં આવી છે. પરંતુ ખરેખર એવું નથી.'

હસીનાની પર્સનલ લાઇફ

હસીનાની પર્સનલ લાઇફ

'હસીનાના લગ્ન તેના મોટા ભાઇના બેસ્ટ ફ્રેન્ડ સાથે થયા હતા અને તેમનું લગ્નજીવન ખૂબ સુખી હતું. નાની ઉંમરે જ હસીનાના લગ્ન થયા હતા અને તેમને 4 બાળકો પણ હતા. લડાઇ અરુણ ગાવલી અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચે હતી, જેમાં અરુણના માણસોએ હસીનાના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.'

ગોડમધર કે ગેંગસ્ટર?

ગોડમધર કે ગેંગસ્ટર?

'ખૂબ નાની ઉંમરમાં પોતાના પતિને ગુમાવી બેસવાને કારણે તે કઠોર બની હતી. તેની સામે આવેલ પરિસ્થિતિએ હસીનાને કઠોર બનાવી હતી. પોતાના જીવનના એક તબક્કે તે ગોડમધર છે, તો એક તબક્કે ગેંગસ્ટર. હવે આગળ દર્શકોએ નક્કી કરવાનું છે.'

શ્રદ્ધા અને સિદ્ધાંત કપૂર

શ્રદ્ધા અને સિદ્ધાંત કપૂર

શ્રદ્ધાની આ ફિલ્મ 22 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થનાર છે. આ ફિલ્મમાં દાઉદનો રોલ શ્રદ્ધાનો નાનો ભાઇ સિદ્ધાંત કપૂર ભજવી રહ્યો છે. આ કારણે પણ ફેન્સના મનમાં ફિલ્મ અંગે ખાસો ઉત્સાહ છે. આ ફિલ્મના પોસ્ટરમાં શ્રદ્ધા અને સિદ્ધાંતનો લૂક લોકોને ખૂબ પસંદ પડ્યો હતો.

English summary
Shraddha Kapoor says she went through many look tests to play Haseena Parker in the biopic on underworld don Dawood Ibrahim's sister.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.