અંતે શ્રુતિએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી!
મુંબઈ, 23 નવેમ્બર : અંતે બે દિવસ બાદ જ સહી, પણ અભિનેત્રી શ્રુતિ હસને તે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી દીધી છે કે જેણે તેમનો પીછો કરતા તેમના ઘરમાં જબર્દશ્તી ઘુસવાની કોશિશ કરી હતી. હાલ કેસ નોંધી લેવાયો છે, પણ પોલીસ અત્યાર સુધી તે અજ્ઞાત શખ્સને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી છે.

આ બનાવ બાદ શ્રુતિના પાપા કમલ હસન બહુ હેરાન થઈ ગયાં. તેમણે પોતાની પુત્રીને સાવધ રહેવાની સલાહ આપી હતી. કમલ હસને જણાવ્યુ હતું - મેં શ્રુતિ સાથે વાત કરી છે. તે ઠીક છે. તે મુંબઈમાં છે. આપણે વધુ સાવધ રહેવાની જરૂર છે અને હું તેને વધુ સાવધ રહેવા માટે કહ્યું છે.












Click it and Unblock the Notifications
