Pics : ડી ડેમાં સેક્સ વર્કર બન્યાં છે શ્રુતિ હસન
મુંબઈ, 10 જૂન : દક્ષિણ ભારતીય ફિલ્મોના મહાનાયક કમલ હસનના પુત્રી શ્રુતિ હસન પોતાની આવનાર ફિલ્મ ડી ડેમાં સેક્સ વર્કનાર રોલમાં નજરે પડનાર છે.
દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સારી નામના મેળવનાર શ્રુતિ હસન બૉલીવુડ દર્શકો વચ્ચે 19મી જુલાઈએ આવી રહ્યાં છે. આ દિવસે તેમની બે ફિલ્મો રમૈયા વસ્તાવૈયા તથા ડી ડે રિલીઝ થઈ રહી છે. નિખિલ અડવાણીની ફિલ્મ ડી ડેમાં શ્રુતિ હસન ખૂબ જ બોલ્ડ રોલ કરી રહ્યાં છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ઝિંદગી 50 50 ફિલ્મમાં વીણા મલિક આવા જ રોલમાં દેખાયા હતાં.
આવો ડી ડે ફિલ્મમાં શ્રુતિ હસનની રોલની તસવીરી ઝલક જોઇએ અને જાણીએ વધુ વિગતો.

બે રૉ એજંટોની વાર્તા
નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મમાં બે ભારતીય રૉ એજંટોની વાર્તા છે. આ એવા બે રૉ એજંટો છે કે જેમને ભારત સરકાર દ્વારા એક અંડરવર્લ્ડ ડૉનને લાવવા માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે.

શ્રુતિ હસન સેક્સ વર્કર
ફિલ્મમાં શ્રુતિ હસન સેક્સ વર્કરના રોલમાં છે.

બે ફિલ્મો એક જ દિવસે
શ્રુતિની બે બૉલીવુડ ફિલ્મો રમૈયા વસ્તાવૈયા તથા ડી ડે એક જ દિવસે 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.

ઋષિ દાઉદના રોલમાં
ફિલ્મમાં રૉ એજંટની ભૂમિકામાં અર્જુન રામપાલ દેખાશે તથા ઇરફાન ખાન દેખાશે. ઋષિ કપૂરે ફિલ્મમાં દાઉદ ઇબ્રાહીમ સાથે મળતો આવતો રોલ કર્યો છે.

કમલના પુત્રી
શ્રુતિ હસન દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર કમલ હસનના પુત્રી છે અને બૉલીવુડમાં તેઓ હવે પગલુ મૂકી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
