Pics : એસએલબીની ફિલ્મમાં અક્ષય-શ્રુતિની જોડી
મુંબઈ, 22 જુલાઈ : ભલે કમલ હસનના પુત્રી શ્રુતિ હસનની રમૈયા વસ્તાવૈયા તથા ડી ડે બંને ફિલ્મોએ બૉક્સ ઑફિસે તેમના માટે કમાલ નથી બતાવી, પણ તેમના માટે અભિનયના દરવાજા હજીય ખુલેલાં છે. એટલે જ તો બૉલીવુડના ખેલાડી અક્ષય કુમાર સાથે તેઓ જોડી બનાવવા જઈ રહ્યાં છે.
હા જી. શ્રુતિ હસનને સંજય લીલા ભાનુશાળીએ પોતાની ફિલ્મ ગબ્બરમાં અક્ષય કુમારની અપૉઝિટ સાઇન કરી છે. ગબ્બર તામિળની હિટ ફિલ્મ રમન્નાની રીમેક છે. આ ફિલ્મને સંજય લીલા ભાનુશાળી રમન્નાના દિગ્દર્શક કૃષ તેમજ શબીના ખાન સાથે મળી દિગ્દર્શિત કરશે. શબીના ખાને સંજય લીલા ભાનુશાળી તેમજ અક્ષય કુમાર સાથે રાઉડી રાઠોડ ફિલ્મમાં પણ કામ કર્યુ હતું. ફિલ્મે ગત વર્ષે સો કરોડની કમાણી કરી હતી.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ગબ્બરમાં અક્ષય-શ્રુતિ
જાણવા મળે છે કે ગબ્બર ફિલ્મમાં સંજય લીલા ભાનુશાલીએ અક્ષય કુમારની અપૉઝિટ શ્રુતિ હસનને સાઇન કર્યાં છે.

તમન્નાને મળવાનો હતો રોલ
અગાઉ શ્રુતિ હસનની જગ્યાએ તમન્ના ભાટિયાને આ ફિલ્મમાં સાઇન કરાયા હતાં, પરંતુ તમન્ના શ્રુતિને રોલ મળતાં નિરાશ નથી.

જોરદાર હિટની દરકાર
શ્રુતિ હસનની અત્યાર સુધી જેટલી હિન્દી ફિલ્મો આવી છે, તે બધી સરેરાશ કે ફ્લૉપ જ રહી છે. તેમને એક જોરદાર હિટની દરકાર છે.

અક્ષયના ફૅન
શ્રુતિ હસને એક ઇંટર્વ્યૂમાં જણાવ્યુ હતું કે તેઓ અક્ષય કુમારના બહુ મોટા ફૅન છે. તેથી ગબ્બર સાઇન કરી બહુ ખુશ છે.

રમન્નાની રીમેક
ગબ્બર ફિલ્મ તામિળ હિટ ફિલ્મ રમન્નાની રીમેક છે. તેને એસએલબી, કૃષ તથા શબીના ખાન દિગ્દર્શિત કરશે.












Click it and Unblock the Notifications
