કાશ્મીરને લઈ આ એકટ્રેસે કર્યું ટ્વીટ, બોલી- ત્યાં પણ માણસો રહે છે...
કાશ્મીરને લઈ આ એકટ્રેસે કર્યું ટ્વીટ, બોલી- ત્યાં પણ માણસો રહે છે...
નવી દિલ્હીઃ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યાનો એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને હજુ પણ ઘાટીમાં કર્ફ્યૂ યથાવત છે. બૉલીવુડ સ્ટાર્સના કાશ્મીરની હાલતને લઈ ટ્વિટર પર રિએક્શન આવવા ચાલુ છે. બૉલીવુડ ડાયરેક્ટર ઓનિર સતત કાશ્મીર પર ટ્વીટ કરી રહ્યા છે. ઓનિર કાશ્મીરના હાલાતને લઈ દરરોજ એક ટ્વીટ તો કરે જ છે. હવે બૉલીવુડ એક્ટ્રેસ અને ટીવી હોસ્ટ શ્રૃતિ સેઠે પણ ટ્વીટ કર્યું છે અને તેમનું આ ટ્વીટ ખુબ વાયરલ પણ થઈ રહ્યું છે.

બૉલીવુડ એક્ટ્રેસ અને ટીવી હોસ્ટ શ્રૃતિ સેઠે કાશ્મીરને લઈ ટ્વીટ કર્યું અને લખ્યું કે, 'આખી ઘાટી એક મહિનાથી બંધ છે. ત્યાં પણ માણસો જ રહી રહ્યા છે. જે બાકી દુનિયાની જેમને બાકી દુનિયાથી એકદમ અલગ કરી દેવામાં આવ્યા છે. એ માણસો જેમને લઈ આપણો દાવો કરી રહ્યા હતા કે તેમને નજીક લાવી રહ્યા છીએ. પરંતુ આપણે સંપૂર્ણપણે તેમને ભૂલાવી ચૂક્યા છીએ અને આપણી જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા છીએ. કેટલી સેહલાઈથી આપણે ભૂલી ગયા.'
એક્ટ્રેસ શ્રુતિ સેઠે 'ફના', 'તા રા રમ પમ', 'સ્લમડૉગ મિલેનિયર' અને 'રાજનીતિ' જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. આ ઉપરાંત શ્રૃતિ સેઠ ટીવી પર કોમેડી શોથી લઈને સીરિયલ્સ સુધી દરેક ફિલ્ડમાં હાથ અજમાવી ચૂકી છે. પરંતુ શ્રુતિ સેઠનું કાશ્મીરને લઈ કરેલ આ ટ્વીટ ભારે વાયરલ થઈ રહ્યું છે, અને તેમણે કાશ્મીરના લોકોનો અવાજ બધા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
