For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારા અલી ખાનને ખરેખર ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ? ક્રિકેટરે ખુદ કર્યો ખુલાસો

સારા અલી ખાનને ખરેખર ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ? શુભમન ગિલે મૌન તોડ્યુ છે અને સંબંધની સચ્ચાઈ જણાવી છે.

|
Google Oneindia Gujarati News

Sara Ali Khan Shubman Gill: છેલ્લા ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને ઘણી વાર સાથે સ્પૉટ પણ કરવામાં આવ્યા. સારા અલી ખાન હમણાં પર્સનલ લાઈફના બદલે પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. હવે આ સમગ્ર મામલે શુભમન ગિલે મૌન તોડ્યુ છે અને સંબંધની સચ્ચાઈ જણાવી છે.

શું સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ?

શું સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ?

શુભમન ગિલ પ્રીતિ અને નીતિ સિમોસના લોકપ્રિય પંજાબી ચેટ શો 'દિલ દિયા ગલ્લા'માં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ શો દરમિયાન ક્રિકેટર સાથે ઘણી મજાક-મસ્તી થઈ હતી. આ શોની હોસ્ટ સોનમ બાજવાએ શુભમન ગિલને પૂછ્યુ કે તમારા મતે સૌથી ફિટ અભિનેત્રી કોણ છે? આ સવાલનો જવાબ આપતી વખતે શુભમન ગિલે તરત જ સારા અલી ખાનનુ નામ લીધુ હતુ.

ક્રિકેટરે જણાવી સંબંધની સચ્ચાઈ

ક્રિકેટરે જણાવી સંબંધની સચ્ચાઈ

આ સવાલ પછી શુભમન ગિલને પૂછવામાં આવ્યુ કે શું તે સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે? જવાબમાં શુભમને કહ્યુ- કદાચ. જ્યારે શુભમનને કહેવામાં આવ્યુ કે સારાનુ સત્ય શું છે, મને કહો. તો ક્રિકેટરે શરમાઈને હસીને કહ્યું, 'સારા દા સારા સચ બોલ દીયા. કદાચ હા કદાચ ના.

ફેન્સ થયા કન્ફ્યુઝ

ફેન્સ થયા કન્ફ્યુઝ

હવે શુભમન ગિલના આ જવાબથી ચાહકો પણ મૂંઝવણમાં છે કે તે સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે કે નહિ કારણ કે જો ક્રિકેટર ખુલ્લેઆમ સંમત ન હોય તો પણ તેણે આ સંબંધનો ખુલ્લેઆમ ઇનકાર પણ કર્યો નથી. જો કે સારા અલી ખાને હજુ સુધી આ સંબંધની પુષ્ટિ કરી નથી.

ઉડી હતી ડેટિંગની અફવા

ઉડી હતી ડેટિંગની અફવા

તમને જણાવી દઈએ કે શુભમન ગિલ અને સારા અલી ખાન ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યા હતા. હાલમાં જ બંનેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. આ પછી તેઓ ફરીથી ઓક્ટોબરમાં સાથે જોવા મળ્યા હતા. તેઓ દિલ્લીની એક હોટલમાંથી એકસાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા. બંનેએ પોતાના સંબંધોને મીડિયાથી છૂપાવવાનો ઘણી વાર પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. જોકે, હવે ચાહકો રાહ જોઈ રહ્યા છે કે સારા અલી ખાનના આ સંબંધ પર ક્યારે મહોર લાગશે.

કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી સારા

કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી સારા

સારા અલી ખાન તેની ડેટિંગ અફવાઓને લઈને પહેલા પણ ઘણી વખત ચર્ચામાં રહી છે. અભિનેત્રીનુ નામ પહેલા કાર્તિક આર્યન સાથે જોડાયુ હતુ. જોકે, બાદમાં કોઈ કારણસર તેમના સંબંધો તૂટી ગયા હતા. હાલમાં જ કરણ જોહરના શો કૉફી વિથ કરણમાં સારાએ કાર્તિક સાથેના અફેરની પુષ્ટિ કરી હતી. અત્યારે બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે.

English summary
Shubman Gill confess to dating Sara Ali Khan on talk show Dil Diyan Gallan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X