શુદ્ધ દેસી રોમાંસ રિવ્યૂ : રીયલ રિલેશનશિપની પસંદગીની મુંઝવણ
મુંબઈ, 5 સપ્ટેમ્બર : પરિણીતી ચોપરા, સુશાંત સિંહ રાજપૂત તેમજ વાણી કપૂરની ફિલ્મ શુદ્ધ દેસી રોમાંસ આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. રોમાંસના વિદેશી ફૉર્મ્યુલા પર આધારિત ફિલ્મમાં પરિણીતી અને સુશાંતને એક લિવ ઇન કપલ તરીકે દર્શાવાયાં છે તથા વાણીને સુશાંતના લૅડી લવ તરીકે.
સુશાંત સિંહ રાજપૂત તથા પરિણીતી ચોપરા વચ્ચે ફિલ્મમાં અનેક કિસિંગ સીન્સ પણ શૂટ કરાયાં છે અને માત્ર એટલું જ નહીં, પણ વાણી કપૂર સાથે પણ સુશાંતે કેટલાંક કિસિંગ સીન્સ આપ્યાં છે. સરવાળે ફિલ્મમાં પૂરા 27 કિસિંગ સીન્સ છે. ઉપરાંત શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મની ખાસ વાત એ છે કે આ ફિલ્મ એટલા બોલ્ડ વિષય પર આધારિત હોવા છતાં દેશના એક બિલ્કુલ દેસી શહેર જયપુર ખાતે શૂટ કરાઈ છે. ઉપરાંત શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મના ત્રણે કલાકારો આ રિલેશનશિપમાં કંઈ પણ ખોટુ માનતાં નથી.
આવો તસવીરો સાથે જાણીએ શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મનું પ્રિવ્યૂ :

રઘુ-ગાયત્રીનો રોમાંસ
શુદ્ધ દેસી રોમાંસમાં રઘુ (સુશાંત સિંહ રાજપૂત) એક એવો છોકરો છો કે જે રિલેશનશિપમાં પડવા નથી માંગતો અને માત્ર પોતાની જિંદગી જીવવા માંગે છે. તેની જિંદગીમાં ગાયત્રી (પરિણીતી ચોપરા)ની એંટ્રી થાય છે કે જે રઘુની જેમ જ કોઈ કમિટમેંટમાં પડવા નથી માંગતી.

ગાયત્રી બિંદાસ્ત
ગાયત્રીનો રોલ કરનાર પરિણીતી ચોપરા હાલ બૉલીવુડના સૌથી ટૅલેંટેડ અભિનેત્રીઓમાંના એક છે. ગાયત્રીનો રોલ એમ તો પ્રોમોમાં ખૂબ જ બોલકણો અને બિંદાસ્ત દર્શાવાયો છે, પરંતુ હકીકતમાં ગાયત્રી ચુપ રહેનાર અને સીરિયસ છોકરી છે.

ગાયત્રીનો નિર્ણય
ગાયત્રી ભલે સીરિયસ છોકરી હોય, પણ તે રઘુને પસંદ કરે છે અને તેની સાથે વધુમાં વધુ સમય રહેવા માંગે છે. ગાયત્રી જ રઘુને કહે છે કે આપણએ બંનેએ લિવ ઇનમાં રહેવું જોઇએ કે જેથી આપણે સાથે સમય ગાળી શકીએ.

રઘુ-તારાની મુલાકાત
એક દિવસ રઘુ અને તારા (વાણી કપૂર)ની મુલાકાત થાય છે. તારા ખૂબ જ સ્ટ્રેટ છોકરી છે કે જે કોઈ સાથે સીધા મોઢે વાત નથી કરતી. તારા રઘુને કહેછે કે કિસ કરવાનું મન કરે છે, તો કિસ કર ને, વાતો કેમ બનાવી રહ્યો છે? તો તોરાનો રોલ ખૂબ જ ચબકાર અને સ્ટ્રેટ બોલનાર છે.

રઘુ-તારા-ગાયત્રીનું ત્રિકોણ
શુદ્ધ દેસી રોમાંસ ફિલ્મ રઘુ, તારા અને ગાયત્રીની વાર્તા છે. ફિલ્મમાં રઘુ કોને રીયલ રિલેશનશિપ માટે પસંદ કરે છે? તારાને કે પછી ગાયત્રીને? ત્રણે વચ્ચે આખરે શું મુશ્કેલીઓ છે અને કઈ રીતે તેઓ આ મુશ્કેલીને સૉલ્વ કરે છે? સવાલોના જવાબ જાણવા માટે કરવો પડશે આવતીકાલ સુધીનો ઇંતેજાર.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
