Pics : પરિણીતી-સુશાંતના શુદ્ધ દેસી રોમાંસનો ઇંતેજાર!
મુંબઈ, 13 જુલાઈ : પરિણીતી ચોપરા તેમજ સુશાંત સિંહ રાજપૂત વચ્ચે શુદ્ધ દેસી રોમાંસ જોવા લોકો આતુર થઈ રહ્યાં છે. દરેકને ઇંતેજાર છે કે તેઓ આ જોડીને એક સાથે મોટા પડદે કિસ અને ઇશ્ક કરતાં જુએ. ફિલ્મના પ્રોમો તેમજ ટ્રેલર રિલીઝ થઈ ચુક્યાં છે. ફિલ્મના ટ્રેલરમાં સુશાંત-પરિણીતીને એક-બીજા સાથે બિંદાસ્ત કિસિંગ સીન આપતાં તેમજ રોમાંસ કરતાં દર્શાવાયાં છે.
બીજી બાજુ સુશાંત સિંહ રાજપૂત ફિલ્મમાં પરિણીતી ચોપરા ઉપરાંત વાણી કપૂર સાથે પણ ઇશ્ક ફરમાવતાં દર્શાવાયાં છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકોને ફિલ્મનો આતુરતાપૂર્વકનો ઇંતેજાર છે. પરિણીતી ચોપરા સાથે સુશાંતની જોડી સૌને પસંદ પડી રહી છે. પહેલું કારણ છે કે બંને જ યંગ છે અને એક-બીજા સાથે પરફેક્ટ લાગે છે. બીજી વાત એ છે કે પરિણીતી જેવા બબલી એક્ટ્રેસ સાથે સુશાંત સિંહ રાજપૂત જેવા સીધા-સાદો છોકરો પણ ગમી રહ્યો છે લોકોને.
વાણી કપૂર સાથે પણ સુશાંતની જોડી જામી રહી છે. જોકે બંને વચ્ચેની કેમેસ્ટ્રી કંઈ ખાસ નથી લાગી રહી. હાલ તો યશ રાજ ફિલ્મ્સ નિર્મિત આ શુદ્ધ દેસી રોમાંસ જોવા માટે લોકો ઉત્સુક છે. વાયઆરએફ અગાઉ આ પ્રકારની પ્રણય-કથાઓ દ્વારા બૉક્સ ઑફિસે ધમાવ મચાવતું રહ્યું છે અને હવે આશા છે કે શુદ્ધ દેસી રોમાંસ પણ લોકોને જરૂરથી ગમશે.

પરિણીતી-સુશાંત
પરિણીતી-સુશાંત પહેલી વાર એક સાથે કામ કરી રહ્યાં છે. પરિણીતી અત્યાર સુધી માત્ર એક ફિલ્મ ઇશકઝાદે દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરી ચુક્યાં છે, તો સુશાંતે પણ કાઇ પો છે દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરી છે.

બહેતરીન જોડી
ટ્રેલરમાં પરિણીતી-સુશાંતના રોમાંટિક અને કિસિંગ સીન્સ છે. બંનેની જોડી પણ બહેતરીન લાગી રહી છે.

લિવ ઇન બૉય ફ્રેન્ડ
ટ્રેલરમાં સુશાંતને પરિણીતીનો લિવ ઇન બૉય ફ્રેન્ડ દર્શાવાયાં છે. બંને એક જ ઘરમાં સાથે રહે છે અને પ્રેમ પણ કરે છે, પરંતુ બંને વચ્ચે કોઈ કમિટમેંટ નથી.

વાણી માટે સુશાંતનો પ્રેમ
ફિલ્મમાં સુશાંત એક બાજુ પરિણીતી સાથે છે, પણ બીજી બાજુ તેમને વાણી કપૂર સાથે પ્રેમ થઈ જાય છે. બંનેના પણ કેટલાંક કિસિંગ સીન્સ છે. જોવા જેવી વાત એ રહેશે કે સુશાંત કોની સાથે રહે છે.

ટુંકમાં જ રિલીઝ
શુદ્ધ દેસી રોમાંસ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. આદિત્ય ચોપરા નિર્મિત ફિલ્મનું દિગ્દર્શન મનીષ શર્માએ કર્યું છે.
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
