VIDEO: અમિતાભની દોહિત્રીએ મા સાથે કર્યુ ફોટોશૂટ, ઈન્ટરનેટ પર વાયરલ

શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી બંને હાલમાં સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેમના ફોટા આવતા જ વાયરલ થઈ જાય છે. મા-બેટીની આ જોડી હાલમાં એક બ્રાન્ડનું પ્રમોશન કરતા જોવા મળ્યા.

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને તેની પુત્રી નવ્યા નવેલી નંદા હાલમાં ચર્ચામાં છે. શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી બંને હાલમાં સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેમના ફોટા આવતા જ વાયરલ થઈ જાય છે. મા-બેટીની આ જોડી હાલમાં એક બ્રાન્ડનું પ્રમોશન કરતા જોવા મળ્યા. જેના શૂટિંગ વખતે શ્વેતા અને નવ્યાએ ખૂબ મસ્તી કરી. બંનેની મસ્તીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે બંનેના ફોટોશૂટે પણ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

શ્વેતા બચ્ચને લોન્ચ કર્યુ ક્લોધિંગ બ્રાન્ડ

શ્વેતા બચ્ચને લોન્ચ કર્યુ ક્લોધિંગ બ્રાન્ડ

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચને પોતાની પહેલી કપડાની બ્રાન્ડ લોન્ચ કરી છે. ફેશન ડિઝાઈનર મોનિસા જયસિંગ સાથે મળીને પોતાનું પહેલુ ક્લોધિંગ બ્રાન્ડ લોન્ચ કર્યુ. આ બ્રાન્ડ માટે હાલમાં શ્વેતાએ પોતાની પુત્રી નવ્યા સાથે ફોટોશૂટ કરાવ્યુ. 'MxS World' નામના આ બ્રાન્ડની શૂટિંગ વખતે નવ્યાએ શ્વેતા સાથે ખૂબ મસ્તી કરી છે.

નવ્યાના અંદાજના દરેક જણ કાયલ

નવ્યાના અંદાજના દરેક જણ કાયલ

આ શૂટ માટે શ્વેતા અને નવ્યાએ ત્રણ અલગ અલગ લુક ટ્રાય કર્યા. એક લુકમાં નવ્યાએ સિલ્વર રંગની ટીશર્ટ સાથે હોટ પેન્ટ્સ પહેરેલી છે. વળી, શ્વેતાએ નીલા રંગની ટીશર્ટ સાથે લીલી જીન્સ પેર કરી છે. આ ઉપરાંત એક ફોટામાં નવ્યા નવેલી નંદાએ નીલા રંગની શોર્ટ ડ્રેસ પહેરી છે. આ સાથે જૂતા પહેર્યા છે. ફેન્સને નવ્યા નવેલીનો આ લુક ખૂબ પસંદ આવી રહ્યો છે અને બધાએ તેની ખૂબ પ્રશંસા કરી.

શ્વેતા અને નવ્યાએ ખૂબ કરી મસ્તી

શ્વેતા અને નવ્યાએ ખૂબ કરી મસ્તી

શ્વેતા બચ્ચને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મસ્તીભર્યો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં નવ્યા જીભ બહાર કાઢી રહી છે. તેની મા તેને જોઈ રહી છે. આ વીડિયોને શેર કરતા શ્વેતા બચ્ચને લખ્યુ, ‘એવુ કહેવાય છે કે બાળકો અને જાનવરો સાથે કોઈ દિવસ કામ ન કરવુ જોઈએ.'

❤😍 #ShwetaBachchan #ShwetaBachchanNanda #NavyaNaveliNanda #NavyaNanda

A post shared by Navya Naveli Nanda FC (@navyanandax) on

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X