શાહરુખને સુપરમૅન પણ તાવમાંથી ન ઉગારી શક્યો
મુંબઈ, 23 ઑક્ટોબર : બૉલીવુડના કિંગ ખાન અભિનેતા શાહરુખ ખાન આજકાલ માંદા છે અને તેમનો તાવ ઓછો થવાનો નામ નતી લેતો. શાહરુખે જણાવ્યું કે ફિલ્મ સુપરમૅન જોયા છતાં તેમની હાલતમાં કોઈ સુધારો ન થઈ શક્યો.

શાહરુખે ટ્વિટર પર લખ્યું - ભરપૂર ઉંઘ બાદ થોડોક બહેતર અનુભવી રહ્યો છું, પરંતુ હજી તબીયત ખરાબ જ છે. સુપરમૅન જોયા બાદ પણ હું સાજો નથી થયો. થોડાક દિવસથી ખરાબ તબીયતના પગલે શાહરુખ ખાન ઘરે આરામ ફરમાવી રહ્યાં છે. સાજા થયા બાદ તેઓ ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના આગામી ભાગનું શૂટિંગ કરવાના છે.
બીમાર શાહરુખ હાલ પોતે પોતાની ફિલ્મો ટેલીવિઝન ઉપર જોઈ રહ્યાં છે. ડૉન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મો જોઈ ટાઇમ પાસ કરી રહ્યાં છે બાદશાહ. ગત રવિવારે તેમણે ઝી ટીવી પર પ્રસારિત થયેલી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ જોઈ હતી.












Click it and Unblock the Notifications
