સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તારીખ નક્કી, આ જગ્યાએ થશે બધા વેડિંગ ફંક્શન્સ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તારીખ અને સ્થળ નક્કી થઈ ગયા છે. આવો જાણીએ લગ્ન વિશેની તમામ માહિતી...
Sidharth Malhotra and Kiara Advani Wedding Date: બૉલિવુડના લવ બર્ડઝ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની રાહ લોકો ઘણા સમયથી જોઈ રહ્યા છે. આ દરમિયાન સમાચાર છે કે આગામી 6 ફેબ્રુઆરીના રોજ બૉલિવુડનુ આ ક્યુટ કપલ લગ્ન કરવા જઈ રહ્યુ છે. સમાચાર સામે આવતા જ ઈન્ડસ્ટ્રીના લોકોથી લઈને સામાન્ય જનતા સુધી બધા ખુશ છે. આવો જાણીએ વેડિંગ ફંક્શન વિશેની તમામ માહિતી.

લગ્નની તારીખ અને વેન્યુ નક્કી
ઈટાઈમ્સના સમાચાર મુજબ પહેલાથી જ નક્કી હતુ કે બંનેના લગ્ન રાજસ્થાનમાં શાહી અંદાજમાં થશે પરંતુ હવે લોકોને લગ્નની ફાઈનલ તારીખ અને વેન્યુ વિશે જાણ કરવામાં આવી છે. હાલમાં લોકોને સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં ફક્ત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજરી આપશે.

ડિઝાઈનર કપડાંની ચાલી રહી છે તૈયારી
જો કે, લગ્નને લઈને કિયારા અને સિદ્ધાર્થ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી. આ કપલ હાલમાં જ ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળ્યા હતા, જે બાદ તેમના લગ્નની ચર્ચાઓ વધુ તેજ બની હતી.

પ્રી વેડિંગ ફંક્શન આ દિવસે થશે
મીડિયા રિપોર્ટ્સ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. 4 અને 5 ફેબ્રુઆરીના રોજ પ્રી-વેડિંગ ફંક્શન હશે, જેમાં ખાસ મહેમાનો વચ્ચે હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીનુ આયોજન કરવામાં આવશે. બંને રાજસ્થાનની જેસલમેર પેલેસ હોટેલમાં 6 ફેબ્રુઆરી 2023ના રોજ સાત ફેરા લેશે. લગ્ન સમારોહના દિવસે ખૂબ જ ચુસ્ત સુરક્ષા રાખવામાં આવશે. આ સાથે જ ફંક્શનમાં મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

શેરશાહના સેટ પર શરુ થયા રિલેશન
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી વચ્ચેના સંબંધોની શરૂઆત ફિલ્મ 'શેર શાહ'માં કામ કરતી વખતે થઈ હતી. આ પછી બંનેના અફેરની જોરશોરથી ચર્ચા થવા લાગી. જો કે આ ફિલ્મમાં અને રિયલ લાઈફમાં પણ લોકો બંનેની કેમેસ્ટ્રીને પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.

સિદ્ધાર્થ-કિયારાનુ વર્કફ્રંટ
સિદ્ધાર્થ મલ્હોત્રા આજકાલ તેની આગામી ફિલ્મ 'મિશન મજનૂ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના પણ જોવા મળશે. આ ફિલ્મ 20 જાન્યુઆરી 2023ના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સ પર રિલીઝ થશે. કિયારા અડવાણી હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થયેલી ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'માં જોવા મળી હતી. હવે ટૂંક સમયમાં કિયારા અડવાણી સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે દક્ષિણ ભારતીય ફિલ્મમાં જોવા મળવાની છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
