એમી, શ્રૃતિ, અદિતી કે કિર્તી, જાણો કોણ SIIMA એવોર્ડમાં લાગતું હતું સુપર હોટ!
સાઉથ ઇન્ડિયા ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ (SIIMA) 2015ના સમારંભમાં સાઉથ અને બોલીવૂડની અનેક જાણીતી હિરોઇનોએ જ્યારે રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી ત્યારે એક સેકન્ડ માટે ખરેખરમાં તેવું લાગ્યું કે આકાશના અનેક તારલાઓ ધરતી પર ઉતરી આવ્યા હોય.
અદિતી રાવ, કિર્તી સેનન, મલ્લિકા અરોરા ખાન, એમી જેક્શન જેવી જાણીતી બોલીવૂડ અભિનેત્રીઓ સાથે શ્રેયા સરન, ત્રિશા, અમલા પોલ જેવી સાઉથની સુંદર અભિનેત્રીઓ તેમના રેડ કાર્પેટ પર તેમની સુંદરતાના જલવા બતાવીને હાજર તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.
ત્યારે આ તમામ હિરોઇનોમાંથી કંઇ હિરોઇને બેસ્ટ ડ્રેસ પહેર્યો હતો અને કોણ સૌથી સુંદર લાગતું હતું તે જાણવા માટે જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર. અને કમેન્ટમાં અમને લખીને જણાવો કે કોણે આ એવોર્ડ ફંકશનમાં ચાર ચાંદ લગાવ્યા. ત્યારે જુઓ આ ફોટોસ્લાઇડર...

અમલા પૉલ
અમલા પૉલે મનીષ મલ્હોત્રાનો લહેંગા સ્કર્ટ અને બ્લૂ ક્રોપ ટોપ સાથે હેવી ઇન્ડિયન ઝવેલરીમાં જોવા મળી.

એમી જેક્શન
એમી જેક્શન આ બ્લેક ફર વાળા ડીપ નેક ગાઉનમાં લાગી રહી હતી સ્ટનિંગ.

મલ્લિકા અરોરા ખાન
ત્યારે વાઇટ ગાઉન વાઇટ કેપ જેકેટમાં મલ્લિકા પણ લાગી રહી હતી સુપર ગોર્ઝિયસ.

હંસિકા
હંસિકા બ્લેક ગ્લિટર ગાઉન પહેર્યો હતો. જેમાં તે કોઇ પરી જેવી લાગી રહી હતી.

તપસી
તપસીએ ગ્રીન લોંગ સ્કર્ટ અને ગોલ્ડન એમ્બ્રોડરી વાળી ક્રોપ બ્લાઉઝ પહેર્યું હતું જેને શિલ્પા રેડ્ડીએ ડિઝાઇન કર્યું હતું.

ઇશા ગુપ્તા
પિંક ડાયમંડ અને સિલ્વર એમ્બ્રોડરી વાળી સાડીમાં ઇશા ગુપ્તા લાગી રહી હતી નજાકત ક્વીન.

શ્રેયા સરન
સ્ટાઇલ દિવા શ્રેયાએ રજત કે તંગરીનો ડિઝાઇન કરેલો ગાઉન પહેર્યો હતો.

અદિતી રાવ
અદિતી પણ ગૌરવ ગુપ્તની મરુન ફ્યૂઝન સાડી પહેરી હતી. જેમાં તે સુપર હોટ લાગી રહી હતી.

કિર્તી સેનન
રેડ નેટ ગાઉનમાં કિર્તી સેનન પણ લાગી રહી હતી સુપર હોટ.

અદા શર્મા
ગોલ્ડન બેક લેસ ગાઉનમાં અદા શર્મા લાગી રહી હતી સુપર હોટ અને સુપર કર્વી.

શ્રૃતિ હસન
શ્રૃતિએ પીંક ક્રોપ ગાઉન પહેર્યો હતો. જોકે સામાન્ય રીતે સ્ટાયલીશ એવી શ્રૃતિનો આ ગાઉન એટલો ખાસ નહતો લાગતો.

ત્રિશા
ત્યારે ત્રિશાએ મનિષ મલ્હોત્રાનો સ્કર્ટ અને ગ્લિટર ટોપમાં જોવા મળી હતી.