Sikandar release date : સલમાન ખાનની ફિલ્મ સિકંદરનું શૂટિંગ પૂર્ણ, ફેન્સમાં ઉત્સાહ
Sikandar release date : બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર'નું શૂટિંગ અંતિમ તબક્કે પહોંચી ગયું છે.
સલમાનના નવા અવતારને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં ફિલ્મનો અંતિમ સીન શૂટ કરવામાં આવ્યો.

મુંબઈમાં ફિલ્મના અંતિમ દ્રશ્યોની શૂટિંગ વખતે સલમાન ખાન સાથે અભિનેત્રી રશ્મિકા મંદાન્ના, નિર્દેશક એ. આર. મુરુગાદોસ અને નિર્માતા સાજિદ નડિયાદવાલા હાજર હતા.
બાંદ્રામાં સલમાન અને રશ્મિકા વચ્ચેનો પેચવર્ક સીન શૂટ કરવામાં આવ્યો. 90 દિવસ સુધી ચાલેલા શૂટિંગમાં મુંબઈ, હૈદરાબાદ અને દેશના અન્ય ભાગોમાં વિવિધ દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા.
ફિલ્મમાં પાત્ર માટે સલમાને દાઢી રાખી હતી, જે અંતિમ શૂટિંગ પૂરુ થયા બાદ હટાવી દીધી. તેમની ક્લીન શેવ લુકની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
'સિકંદર'માં એક્શન, રોમાન્સ, રાજનીતિ અને ડ્રામાનો શાનદાર મિશ્રણ હશે. આ ફિલ્મમાં ચાર ગીતો ફિલ્માવવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ ડાન્સ નંબર છે. એટલું જ નહીં, પાંચ એક્શન સિક્વન્સ પણ શૂટ કરવામાં આવ્યા છે, જે દર્શકો માટે રોમાંચક અનુભવ થશે.
હાલમાં ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી પાંચ દિવસમાં 'સિકંદર'ની ફાઈનલ પ્રિન્ટ તૈયાર થઈ જશે, ત્યાર બાદ ઈદ 2025ની રિલીઝ માટે કાઉન્ટડાઉન શરૂ થશે. ફિલ્મનું મુખ્ય શૂટિંગ જાન્યુઆરીમાં પૂર્ણ થઈ ગયું હતું, છતાં સલમાન, રશ્મિકા અને આખી ટીમે ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન પ્રમોશનલ ગીતનું શૂટિંગ પણ કર્યું.












Click it and Unblock the Notifications
