For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસલી ડર્ટી ગર્લ : કેવી રીતે સ્મિતા બની સિલ્ક સ્મિતા?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 2 ડિસેમ્બર : એકતા કપૂર નિર્મિત ધ ડર્ટી પિક્ચર પછી ભલે બૉલીવુડમાં ડર્ટી ગર્લ તરીકે વિદ્યા બાલન જાણીતા થયા હોય, પણ અસલી ડર્ટી ગર્લ તો અસલી સિલ્ક સ્મિતા જ હતી કે જેઓ ગ્લૅમર જગતની લાગણીહીનતાનો ભોગ બન્યા હતાં. ધ ડર્ટી પિક્ચર સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત હતી. તે જ સિલ્ક સ્મિતા જો આજે હયાત હોત, તો 53 વર્ષના થઈ જાત.

જી હા, સિલ્ક સ્મિતાનો જન્મ 2જી ડિસેમ્બર, 1960ના રોજ આંધ્ર પ્રદેશના એલ્લુરૂ ખાતે એક ગરીબ પરિવારમાં વિજયલક્ષ્મી તરીકે થયો હતો. વિજયલક્ષ્મીને તે વખતે કદાચ અહેસાસ નહોતો કે તે એક દિવસ દેશની ચર્ચિત અભિનેત્રી બનશે. આર્થિક તંગીના કારણે સિલ્ક સ્મિતાએ ચોથા ધોરણ બાદ રસોડાની જવાબદારી સંભાળવી પડી. આ સિલસિલો આગળ પણ ચાલુ રહ્યો કે જ્યારે ઓછી વયમાં તેમના લગ્ન કરી દેવાયાં. પતિ અને સાસરિયાઓની પરાણે ઠોકી બેસાડેલી શરતો અને કાયદા-કાનૂને સિલ્કનું જીવન મુશ્કેલીભર્યુ બનાવી દીધું.

આવો તસવીરો સાથે જાણીએ અસલી સિલ્ક સ્મિતાની અસલી સ્ટોરી :

સાસરૂ છોડી ચેન્નઈ પહોંચ્યા

સાસરૂ છોડી ચેન્નઈ પહોંચ્યા

સાસરીમાં અત્યાચારોથી કંટાળી સિલ્ક સ્મિતા સાસરૂ છોડી ચેન્નઈ પહોંચ્યા અને પોતાની એક આંટી સાથે રહેવા લાગ્યાં.

મેક-અપ ગર્લ

મેક-અપ ગર્લ

ગુજરાન ચલાવવા સિલ્ક સ્મિતા શરુઆતમાં મેક-અપ ગર્લ બન્યાં.

આકર્ષણે અપાવ્યું કામ

આકર્ષણે અપાવ્યું કામ

સિલ્ક સ્મિતાનું શ્યામ રંગ અને નશીલી આંખો તેમના આકર્ષણને બહુ છુપાવી ન રાખી શકી અને સિલ્કને નાના-મોટા રોલ મળવા લાગ્યાં.

અને બન્યા સ્મિતા

અને બન્યા સ્મિતા

ફિલ્મોમાં કામ મળતા જ વિજયલક્ષ્મી નામ બદલી તેઓ સ્મિતા બની ગયાં.

યૂ-ટર્ન

યૂ-ટર્ન

1979માં સિલ્કના જીવનમાં યૂ-ટર્ન આવ્યું અને મલયાલમ ફિલ્મ ઇનાએ થેડીમાં તેમને એક મોટો રોલ મળ્યો.

કૅબરે ડાન્સ

કૅબરે ડાન્સ

પછી સિલ્કે પાછુ વળીને જોયુ નહીં. પોતાની સેક્સી ઇમેજ વટાવવા સિલ્કે ફિલ્મોમાં કૅબરે ડાન્સ સુદ્ધા કર્યાં.

વંડી ચક્રમ હિટ

વંડી ચક્રમ હિટ

તામિળ ફિલ્મ વંડી ચક્રમ સિલ્કના કૅરિયરની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ.

અને બન્યા સિલ્ક સ્મિતા

અને બન્યા સિલ્ક સ્મિતા

વંડી ચક્રમમાં તેમના પાત્રનું નામ સિલ્ક હતું અને આ ફિલ્મ હિટ થતાં જ સ્મિતાએ પોતાના નામ પહેલા સિલ્ક લગાવવાનું શરૂ કર્યું.

ડાન્સ નંબર બન્યું જરૂરિયાત

ડાન્સ નંબર બન્યું જરૂરિયાત

સિલ્કની બોલ્ડ ઇમેજ જોતાં ડાયરેક્ટર્સ તથા પ્રોડ્યુસર્સની લાઇનો લાગવા લાગી. એક પછી એક હિટ ફિલ્મો બાદ સિલ્કનો ડાન્સ નમ્બર જાણે દરેક ફિલ્મની જરૂરિયાત બની ગયો.

હૉટ પ્રૉપર્ટી

હૉટ પ્રૉપર્ટી

સિલ્કની બિંદાસ્ત ઇમેજ તેમને સાઉથૉની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હૉટ પ્રૉપર્ટી બનાવી ચુક્યા હતાં.

બૉલીવુડમાં

બૉલીવુડમાં

સાઉથમાં ધૂમ મચાવ્યા બાદ સિલ્ક સ્મિતાએ બૉલીવુડ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યાં. સદમા ફિલ્મમાં તેમના રોલને આજેય લોકો યાદ કરે છે.

ડબિંગ

ડબિંગ

સિલ્કના વધતા ક્રેઝના પગલે અનેક ફિલ્મો હિન્દીમાં ડબ કરી રિલીઝ કરવામાં આવી હતી.

બૅલેંસમાં નિષ્ફળ

બૅલેંસમાં નિષ્ફળ

દોલત-શહોરત સિલ્કના કદમો ચૂમતા હતાં, પણ આ ગ્લૅમરમાં પોતાની પર્સનલ તથા પ્રોફેશનલ લાઇફને સિલ્ક સ્મિતા બૅલેંસ ન કરી શક્યાં.

ખોટી સંગત

ખોટી સંગત

ખોટી સંગતના કારણે સિલ્કને કરોડોનું નુકસાન થયું. તેમણે બે ફિલ્મોનું નિર્માણ કર્યું કે જે બંને પિટાઈ ગઈ. આ ફિલ્મોથી સિલ્કને 2 કરોડનો ચૂનો લાગ્યો.

માનસિક રોગી

માનસિક રોગી

આટલા મોટા નુકસાન અને ખાલી થતા બૅંક ઍકાઉંટે સિલ્કને માનસિક રોગી બનાવી દીધાં. પછી તેમણે નશાનો સહારો લીધો.

અને હારી ગયાં

અને હારી ગયાં

માનસિક રોગની અવસ્થા વચ્ચે 23મી સપ્ટેમ્બર, 1996ના રોજ ચેન્નઈ ખાતેના એક ઍપાર્ટમેંટમાં સિલ્ક સ્મિતાએ આત્મહત્યા કરી લીધી. તેમની ઉંમર 36 વર્ષની હતી.

રહસ્યમય મોત

રહસ્યમય મોત

પોલીસે તો સિલ્ક સ્મિતાએ આત્મહત્યા કર્યાની થિયરી પ્રમાણે ફાઇલ બંધ કરી દીધી, પરંતુ આજે પણ લોકો તેને હત્યા જ માને છે.

ધ ડર્ટી પિક્ચર

ધ ડર્ટી પિક્ચર

સિલ્કના મોત બાદ એકતા કપૂરે તેમના જીવન પર ધ ડર્ટી પિક્ચર બનાવી કે જેમાં વિદ્યા બાલને સિલ્કનો રોલ કર્યો અને આ ફિલ્મ હિટ રહી.

અને જિયા પણ

અને જિયા પણ

સિલ્ક સ્મિતા જ નથી ગ્લૅમર જગતનું નિરાશ નામ. તેમના પહેલા અને તેમના પછી પણ ઘણા કલાકારો આવી રીતે અવસાદનો ભોગ બની જીવન ટુંકાવી ચુક્યાં છે અને છેલ્લે જિયા ખાને પણ આવુ જ પગલુ ભર્યું.

English summary
South Indian Actress Silk Smitha's 53rd birth anniversary today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X