ડિવોર્સ બાદ હિમેશે કહ્યું, હજુ પણ પત્નીની ખૂબ રિસ્પેક્ટ કરું છું..

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં બ્રેકઅપ અને ડિવોર્સની લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાઇ ગયું છે. અરબાઝ-મલ્લિકા, ફરહાન અખ્તર-અધુના બાદ હવે વધુ એક એક્ટરના ડિવોર્સની ખબર આવી છે. બોલિવૂડના સિંગર અને એક્ટર હિમેશ રેશમિયા અને તેમની પત્ની કોમલનો ડિવોર્સ થઇ ગયો છે.

ડિવોર્સ થયો ફાઇનલ

ડિવોર્સ થયો ફાઇનલ

અનેક અફવાઓ અને વિવાદો બાદ બુધવારે હિમેશ રેશમિયા અને કોમલના ડિવોર્સ ફાઇનલ થયા હોવાની ખબર આવી છે. મુંબઇની બાંદ્રા ફેમિલિ કોર્ટે હિમેશ અને કોમલના 22 વર્ષીય લગ્નજીવનનો અંત આણતા તેમના ડિવોર્સ મંજૂર કર્યા છે. હિમેશ રેશમિયાએ વર્ષ 2016માં પત્નીને ડિવોર્સની નોટિસ મોકલી હતી. બંન્નેનો એક પુત્ર પણ છે, જેનો ઉછેર હવે બંન્ને સાથે મળીને કરશે.

આજે પણ એકબીજાને માન આપીએ છીએ

આજે પણ એકબીજાને માન આપીએ છીએ

ડિવોર્સ અંગે જ્યારે હિમેશ અને કોમલ સાથે મીડિયાએ વાત કરી તો તેમણે જણાવ્યું કે, અમે આજે પણ એકબીજાની રિસ્પેક્ટ કરીએ છીએ. બંન્નેની સંમતિથી ડિવોર્સ થયા છે. હિમેશે આ અંગે કહ્યું કે, 'ડિવોર્સનો નિર્ણય અમે સાથે મળીને લીધો છે. અમે એકબીજાને માન આપી છીએ, પરંતુ કેટલાક મુદ્દા એવા હતા, જેની પર અમે એકમત થઇ શકીએ એમ નથી.'

શું કહ્યું કોમલે?

શું કહ્યું કોમલે?

હિમેશની પત્ની કોમલે જણાવ્યું કે, 'હું અને હિમેશ એક સારા નોટ પર છૂટા પડી રહ્યાં છીએ. અમે કદાચ લાઇફટાઇમ એકબીજાના સંપર્કમાં રહીશું અને એકબીજાના પરિવારને જ્યારે પણ જરૂર પડશે, હાજર રહીશું.' સૂત્રો અનુસાર, ડિવોર્સ બાદ પણ કોમલ એ જ બિલ્ડિંગમાં રહેશે, જેમાં હિમેશ રહે છે.

હિમેશ રેશમિયાનો અફેર

હિમેશ રેશમિયાનો અફેર

વર્ષ 2006માં હિમેશ રેશમિયા અને ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂરના અફેરની વાતો સામે આવી હતી. તે સમયે હિમેશ અને સોનિયા સમચારોમાં ખૂબ ચમક્યા હતા. કોમલ અને હિમેશ વચ્ચેના ડિવોર્સ માટે આ અફેર જવાબદાર હોઇ શકે છે. જો કે, આ અંગે હજુ કોઇ સ્પષ્ટ વાત સામે આવી નથી.

શું કહ્યું સોનિયા અને હિમેશે?

શું કહ્યું સોનિયા અને હિમેશે?

હિમેશ રેશમિયાએ આ મામલે કહ્યું કે, 'આ મુદ્દે કોઇ ત્રીજાનું નામ લેવું યોગ્ય નથી. સોનિયાને આ બધા સાથે કોઇ લેવા-દેવા નથી. અમારું ફેમિલી સેનિયાની પણ ખૂબ રિસ્પેક્ટ કરે છે.' સોનિયા કપૂરે પણ આ અંગે વાત કરતાં કહ્યું કે, 'હિમેશ મારા માટે પરિવાર સમાન છે, હું એ સૌને ખૂબ પ્રેમ કરું છું.'

English summary
singer actor himesh reshammiya gave divorce his wife komal
Please Wait while comments are loading...