અમિતાભ બચ્ચન સાથે ઈન્ટીમેટ સીન આપ્યા બાદ આખી રાત કેમ રડી હતી સ્મિતા પાટિલ? શૂટિંગ છોડ્યુ તો બિગ બીએ...
Smita Patil-Amitabh Bachchan: અમિતાભ બચ્ચન અત્યારે ઉંમરના આ તબક્કે હોવા છતાં તેમની પાસે કામની કોઈ કમી નથી. તે શરૂઆતથી જ મોટા પડદા પર પ્રભુત્વ ધરાવે છે. એવા ઘણા પાત્રો છે જે અભિનેતાએ ભજવ્યા હતા અને આજે તેની વાત કરવામાં આવે છે.
ઘણા ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચને ઘણી અભિનેત્રીઓ સાથે ઈન્ટીમેટ સીન કર્યા હતા. જો કે, એક એવી હસીના છે જે અમિતાભ બચ્ચન સાથે ઈન્ટીમેટ સીન કર્યા પછી ખૂબ જ રડી હતી. સૌથી પહેલા વાત કરીએ તે અભિનેત્રીઓની જેમની સાથે અમિતાભ બચ્ચને રોમેન્ટિક સીન્સ આપ્યા છે.

તબ્બુ
તબ્બુની વાત કરીએ તો તે અમિતાભ બચ્ચન કરતા લગભગ 28 વર્ષ નાની છે. તેણે ચીની કમ ફિલ્મમાં બિગ બી સાથે રોમેન્ટિક સીન આપ્યો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પોતાના પાત્રથી લોકોને ચોંકાવી દીધા હતા. 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મ સમયે અમિતાભ બચ્ચન 67 વર્ષના હતા.
રાની મુખર્જી
અમિતાભ બચ્ચને રાની મુખર્જી સાથે બ્લેક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ તે સમયની એવી ફિલ્મ હતી કે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીનો લિપ લૉક સીન ધમાકેદાર હતો. લોકો માની જ નહોતા શકતા કે બિગ બીએ આવો સીન આપ્યો છે.
સ્મિતા પાટિલ
એક સ્ટોરી સ્મિતા પાટીલની છે, અભિનેત્રીએ ફિલ્મ નમક હલાલના એક ગીતમાં અમિતાભ બચ્ચન સાથે ઘણા બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા. વરસતા વરસાદ 'આજ રપટ જાયે તો...' ગીતનું શૂટિંગ થયુ હતુ . જોકે, શૂટિંગ પછી સ્મિતા પાટીલ આખી રાત રડી હતી. તેને લાગ્યું કે તેણે કંઈક ખોટું કર્યું છે. જોકે ઘણા દિવસો સુધી શૂટિંગ બંધ રાખ્યા બાદ તે સેટ પર પાછી ફરી હતી.












Click it and Unblock the Notifications
