મુંબઈ, 6 જાન્યુઆરી : લવલી કપલ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ બેંગલુરૂમાં કૅમેરે ઝડપાયા છે. બંને એક અપમાર્કેટ મૉલ-યૂબી સિટીમાં દેખાયા હતાં.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે બંને ન્યુયૉર્કમાં નવા વર્ષની ઉજવણી ભારત પરત ફર્યાં છે. માલદીવમાં ક્રિસમસની ઉજવણી દરમિયાન પણ રણવીર-દીપિકા હાથોમાં હાથ નાંખેલી હાલતમાં કૅમેરે કેદ થયા હતાં.
દીપિકા પાદુકોણેનો ગઈકાલે 29મો જન્મ દિવસ હતો અને તેમણે પોતાનો જન્મ દિવસ પરિવાર સાથે ઉજવવાનો નિર્ણય કર્યો. અહીં સુધી કે રણવીર સિંહ પણ દીપિકા અને તેમના પરિવાર સાથે હાજર હતાં.
રણવીર-દીપિકાએ બેંગલુરૂમાં અપમાર્કેટ યૂબી સિટી ખાતે શોપિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને આ મૉલમાં ખરીદી કરતાં જણાયાં. રણવીર-દીપિકા સાથે દીપિકાના માતા ઉજ્જલા તથા બહેન અનીષા પણ હતાં.
દીપિકા પાદુકોણેએ બ્લૅક પટ્ટી વાળો વ્હાઇટ ડ્રેસ પહેર્યો હતો. ટ્રેન્ડી તથા એક્સપેરિમેંટ્સ માટે જાણીતા રણવીરે પણ દીપિકાના ડ્રેસ સાથે મૅચ થતાં કપડાં પહેર્યા હતાં.
એટલુ જ નહીં, રણવીર સિંહ બેંગલુરૂ ખાતે કેટલાક ફૅન્સ સાથે સેલ્ફીસ લેતા પણ જણાયાં. દીપિકા-રણવીર સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા (2013)માં સાથે કામ કરી ચુક્યાં છે, જ્યારે 2015માં પણ તેઓ ભાનુશાળીની જ વધુ એક ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં પુનઃ એક વાર સાથે દેખાવાનાં છે.