Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તો કિયારા અડવાણી આ અભિનેતાને ડેટ કરી રહી છે!

શેરશાહનું ટ્રેલર રિલીઝ થયા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ પરમ વીર ચક્ર એવોર્ડ વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે.

શેરશાહનું ટ્રેલર રિલીઝ થયા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મ પરમ વીર ચક્ર એવોર્ડ વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી વિક્રમ બત્રાની મંગેતર ડિમ્પલની ભૂમિકા ભજવી રહી છે. વાસ્તવિક જીવનમાં પણ, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પરંતુ બંનેએ તેમના સંબંધો વિશે ક્યારેય કોઈ વાત કરી નથી. બંને ઘણી વખત સાથે દેખાયા છે, પરંતુ હંમેશા તેમના સંબંધો પર મૌન રાખ્યું છે.

શેરશાહમાં સાથે દેખાશે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

શેરશાહમાં સાથે દેખાશે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

તાજેતરમાં રિલિઝ થયેલા ગીતમાં વિક્રમ બત્રા અને ડિમ્પલની લવ સ્ટોરીમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચેની કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. એક ઇન્ટરવ્યૂમાં, કિયારા અડવાણીને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના તેમના અફેરની ચર્ચા વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ કહ્યું કે, તે બન્ને સારા મિત્રો છે.

કિયારાએ સબંધો વિશે ખુલીને વાત કરી

કિયારાએ સબંધો વિશે ખુલીને વાત કરી

ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં, કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના તેના સંબંધો વિશે વાત કરી છે. સાથેજ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના તેના અફેરના સમાચાર પર મૌન પ તોડ્યુ છે. સિદ્ધાર્થ સાથેના તેના સંબંધો વિશે વાત કરતા કિયારાએ સિદ્ધાર્થની પ્રશંસા કરી છે. સિદ્ધાર્થ સાથેની મિત્રતા મુદ્દે કિયારાએ રાજ ખોલ્યુ છે. સિદ્ધાર્થ અને કિયારા વચ્ચેની નિકટતા આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે.

કિયારાએ સિદ્ધાર્થના વખાણ કર્યા

કિયારાએ સિદ્ધાર્થના વખાણ કર્યા

કિયારા અડવાણીએ કહ્યું છે કે સિદ્ધાર્થ તેના દરેક સીનને ઠીક કરવા ખૂબ જ મહેનત કરે છે. તે અગાઉથી ઘણી તૈયારી કરે છે. સિદ્ધાર્થ ઘણાં પુસ્તકો વાંચે છે. એક કલાકાર તરીકે, સિદ્ધાર્થ ખૂબ જ નિયંત્રિત અને સાવધાન છે. કિયારાએ કહ્યું કે ફિલ્મ દરમિયાન મને સારો સાથ મળ્યો. એક મિત્ર તરીકે, હું કહેવા માંગુ છું કે સિદ્ધાર્થ ફિલ્મી જગતમાં મારા સૌથી નજીકના મિત્રોમાંનો એક છે. મને લાગે છે કે એક મિત્ર તરીકે પણ તે ખુશીઓથી ભરેલો છે. મને હંમેશા તેમની સાથે રહેવાની મજા આવે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કિયારા અડવાણીના જન્મદિવસે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કિયારાની શેરશાહ ફિલ્મના સેટ પરથી ફોટો શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X