Year Ender 2017 : આ હોટ બોલીવૂડ અભિનેત્રીઓ બની મમ્મી...

વર્ષ 2017માં બોલિવૂડની અનેક હિરોઈનના ઘરે પારણા બંધાણા છે. જેમાં આસીન હોય કે લીઝા હેડન હોય કે પછી ઇશા દેઓલ બોલીવૂડની આ સુંદર અભિનેત્રીઓ બની સુંદર માતા. આ અંગે વધુ વાંચો અહીં.

દરેક વર્ષ કોઈના માટે ખુશી તો કોઈના માટે દુખ લાવે છે. 2017નું વર્ષ પણ કેટલાક લોકો માટે કંઇ પણ ખાસ નહતુ. તો બીજી તરફ કેટલાક લોકો માટે ખુશીની સોગાદ લાવ્યું છે. સામાન્ય લોકો હોય કે પછી કોઈ સેલિબ્રેટી બધાના જીવનમાં કંઇક ને કંઇક નવું તો ચોક્કસ થયુ છે. કેટલાકે સેલિબ્રેટીઝે લગ્ન જીવનમાં નવા પગલા પાડ્યા તો કેટલાકના ઘરે નાના બાળકોના પગલા પડ્યા.. આજે આપણે 2017ને અલવિદા કહેવાના દિવસો ગણી રહ્યા છે ત્યારે આપણી અનેક બોલીવૂડ હિરોઈનના ઘરે સારા અને ખરાબ પ્રસંગો બની ગયા છે. તો ચાલો જાણીએ વર્ષ 2017માં બોલિવૂડની બનેલી નવી મમ્મીઓ વિશે....

લીઝા હેડન

લીઝા હેડન

લીઝાની પ્રેગ્નેંસી ખુબ જ સ્ટાઇલિશ અને ટ્રેંડી હતી. લીઝી પોતે પ્રેગ્નેંટ છે તેની જાહેરાત કરવાથી લઈને ડિલીવરી આવવા સુધી લીઝાએ પોતાની પ્રેગ્નેંસીને ખુબ એન્જોય કરી હતી. લીઝાના બેબી બમ્પ સાથેના ઘણા ફોટોઝ સોશ્યલ મીડિયામાં તે સમયે વાયરલ થયા હતા. તેની ડિલિવરી બાદ પણ તેણે પોતાની ફિટનેશની ગણી કેર કરી હતી. બેબી આવ્યા બાદ વધેલા વજનને ઘટાડવા માટે તેણે ઘણી મહેનત કરી હતી અને આજે ફરી તે તેના હોટ ફિંગરમાં આવી ગઈ છે.

સોહા અલી ખાન

સોહા અલી ખાન

સોહા અલી ખાને પણ કરીનાની જેમ પોતાની પ્રેંગ્નેંસીને ખુબ એન્જોય કરી હતી. તેના ઘરે 29 સપ્ટેમ્બરના રોજ બાળકીનો જન્મ થયો હતો. એ બાદ સોહા અને તેની બેબીના ફોટો પણ સોશ્યલ મીડિયામાં ફરતા થઇ ગયા હતા. એ ઉપરાંત કરિનાના બાળક તૈમુર અને સોહાની બાળકી નીયાનો મસ્તી કરતો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.

એશા દેઓલ

એશા દેઓલ

આ વર્ષે હેમામાલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઇશા દેઓલ પણ મમ્મી બની ગઇ છે. એશા દેઓલે પણ એક બાળકીને જન્મ આપ્યો છે. તેણે તો તેની મેટરનિટી સ્ટાઇલિશ ફોટો શૂટ કર્યા હતુ. તથા બેબી બમ્પ સાથે એશા અને તેના પતિએ પણ સુંદર ફોટોઝ પડાવ્યા હતા. 20 ઓક્ટોબરના રોજ ઇશાના ઘરે ખુશીઓ પગલા પાડતી આવી હતી.

આસીન

આસીન

ગજની ફિલ્મથી બોલિવૂડમાં પોતાની એક્ટિગથી જાણીતી થયેલ આસીન પણ આ વર્ષે એક ક્યૂટ બાળકીને જન્મ આપ્યો હતો. આ સાથે જ આસીન પણ આ વર્ષની સેલેબ મોમ્સની લિસ્ટમાં આવી ગઈ છે. 24 ઓક્ટોબરના રોજ તેણે એક બેબીને જન્મ આપ્યો હતો. જો કે છેલ્લે સુધી આસીને પોતાની આ પ્રેગનેન્સીને છુપાવી રાખી હતી. અને છેલ્લે અક્ષય કુમારે આ અંગે વાત બહાર પાડી હતી.

સેલિના જેટલી અને ઉર્વશી શર્મા

સેલિના જેટલી અને ઉર્વશી શર્મા

સેલિના જેટલી આ વર્ષે ફરી બે જોડીયા બાળકોની માતા બની છે. જો કે સેલિનાનું બીજું બાળક બચી નહતું શક્યું. સેલિનાની દરેક પ્રેગ્નેંસીને તેણે એન્જોય કરી છે. તે પહેલી વખત જ્યારે માતા બની હતી ત્યારે પણ તેનો ફોટોઝ સેર ક્યા હતા. અને બીજી વખત પણ એ જ્યારે માતા બનવાની હતી ત્યારે બેબી બમ્પ સાથેના ફોટોઝ લોકોની બહુ ગમ્યા હતા. પરંતુ આ વખતે જુડવા બાળકોમાંથી એકની હાલત જન્મ સમયે જ સારી ન હોવાથી તેને બચાવી નથી શકાયું. તો બીજી તરફ ઉર્વશી શર્મા પણ બીજી વખત માતા બની હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X