શોભિતાને વધુ એક સફળતા, મિસ ઇકો બ્યુટીનો ખિતાબ
મુંબઈ, 5 ડિસેમ્બર : મિસ ઇન્ડિયા શોભિતા ધુલિપાલાએ મિસ અર્થ સ્પર્ધા 2013માં વધુ એક સબ-ટાઇટલ પોતાના નામે કર્યો છે. અગાઉ મિસ ફોટોજેનિક તરીકે ચુંટાઈ આવેલા શોભિતાએ હવે આ સ્પર્ધામાં મિસ ઇકો બ્યુટી તરીકેનો સબ-ટાઇટલ જીતી લીધો છે.

મિસ ઇકો બ્યુટી સબ-કૉન્ટેસ્ટમાં પણ શોભિતા ધુલિપાલાએ મિસ મકાઉ એશ્લે કિયાન તથા ટર્કીની એઝગી એવસીને માત આપી હતી. મિસ અર્થ મુખ્ય સ્પર્ધા 7મી ડિસેમ્બરના રોજ ફિલીપાઇન્સ ખાતેની પસાય સિટીમાં યોજાશે. શોભિતા ધુલિપાલાને પ્રવાસન, ફૅશન, શાસ્ત્રીય નૃત્ય, અભ્યાસ તેમજ તરણના શોખ ધરાવે છે.












Click it and Unblock the Notifications
