ઇરોઝ ઇંટરનેશનલ બની સોહેલની જય હો ફિલ્મની સહ-નિર્માતા
મુંબઈ, 27 નવેમ્બર : ફિલ્મોદ્યોગ ક્ષેત્રની પ્રમુખ કમ્પની ઇરોઝ ઇંટરનેશનલ મીડિયા લિમિટેડે બુધવારે જણાવ્યું કે તે સોહેલ ખાન પ્રોડક્શનની આગામી ફિલ્મ જય હોની સહ-નિર્માતા હશે કે જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે.

સોહેલે જણાવ્યું - અમે આ અગાઉ ફિલ્મ પાર્ટનરમાં ઇરોઝ સાથે કામ કર્યું છે. અમને આશા છે કે જય હો સાથે પણ આ ભાગીદારી સફળ નિવડશે. નોંધનીય છે કે ઇરોઝ ઇંટરનેશનલ ફિલ્મ અધિગ્રહણ, સહ-નિર્માણ તેમજ વિતરણ ક્ષેત્રની પ્રમુખ કમ્પની છે કે જે ફિલ્મોનું વિતરણ સિનેમા, ટેલીવિઝન તેમજ ડિજિટલ જેવા તમામ પ્લેટફૉર્મો ઉપર કરે છે. કમ્પની પાસે દેશની એક હજારથી વધુ ફિલ્મોની સમૃદ્ધ લાયબ્રેરી છે.












Click it and Unblock the Notifications
