Pics : સનાના કારણે નહિં લટકે મેંટલ!
મુંબઈ, 29 મે : અપહરણ કેસમાં ફરાર અભિનેત્રી સના ખાન સલમાન ખાન સાથે તેમને હોમ પ્રોડક્શનની ફિલ્મ મેંટલમાં કામ કરી રહ્યાં છે. મેંટલ અંગે અગાઉથી જ કહેવાઈ રહ્યું છે કે તેની રિલીઝ મોડી પડી શકે છે, પણ ટેક્નિકલ કારણોસર. સના ખાન ફરાર છે, તો મેંટલ તો કોઈ પણ કિંમતે લટકી શકે છે, પરંતુ ફિલ્મના નિર્માતા સોહેલ ખાને જણાવ્યું કે સનાના ભાગની શૂટિંગ પૂર્ણ થઈ ગઈ છે. તેથી સનાની હાજરી કે ગેરહાજરીથી ફિલ્મની રિલીઝને કોઈ ફરક નહિં પડે.
તેમણે જણાવ્યું - હવે સના ખાન ફરાર છે કે પછી ક્યાંક ગયાં છે. તેનાથી આપણે કંઈ લેવુદેવુ નથી. અમારા પુરતા પ્રયત્નો છે કે અમે મેંટલ ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ કરીએ. જો તેમાં મોડુ થાય, તો તેનું કારણ સના ખાન નહિં, પણ બીજા હશે.
આપને જણાવી દઇએ કે અગાઉ સલમાન ખાન બૉલીવુડની આ નવી અભિનેત્રી સના ખાનના ટેકામાં ઉતરી આવ્યા હતાં અને જણાવ્યું હતું કે તેમને પ્રચારની જરૂર નથી. સલમાને સનાને બિચારી સના કહી સંબોધ્યા હતાં.
સલમાન ખાને જણાવ્યુ હતું કે કોઈ છોકરી આખરે એક 15 વરસની છોકરીનું અપહરણ કેમ કરે? પૈસા માટે? તેન લગ્ન કરાવવા માટે? તે પણ એક ગીચ વસ્તીમાંથી અને સાંજે 4 વાગ્યે? ફરિયાદની તપાસ કરો. કમાલ છે યાર.
નોંધનીય છે કે દક્ષિણ ભારતીય અભિનેત્રી સના ખાન સામે એક તરુણીનું અપહરણ કરવાનો આરોપ લગાવાયો છે. છોકરીની માતાની ફરિયાદ મુજબ સના પોતના ભાઈ નાવેદ ખાનના લગ્ન એક 15 વરસની છોકરી સાથે કરાવવા માંતા હતાં, પણ છોકરીએ ના કહેતાં નાવેદે પોતાના બે મિત્રો અને સના સાથે મળી છોકરીનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો.
ખેર, સના ખાન તો હાલ ફરાર છે. આવો આપણે જોઇએ મેંટલ ફિલ્મની થોડીક તસવીરી ઝલક.

સલ-સલમાન
મેંટલ માટે પોઝ આપતાં સના-સલમાન. બિગ બૉસ 6માં સ્પર્ધરક રહેલા સનાએ પચાસથી વધુ ટીવી એડ કરી છે. હાલ તેઓ ફરાર છે.

ડેઝી શાહ
મેંટલ ફિલ્મમાં લીડ રોલ ડેઝી શાહ કરી રહ્યાં છે. મેંટલ ડેઝીની પ્રથમ ફિલ્મ છે.

સાઉથની રીમેક
મેંટલ સાઉથની સુપરહિટ ફિલ્મ સ્ટાલિનની રીમેક છે.

માસૂમ સના
અપહરણ કેસમાં સના ખાન હાલ ફરાર છે, પણ સોહેલનું કહેવું છે કે તેનાથી મેંટલને કોઈ ફરક નહિં પડે.

સલમાને કર્યો બચાવ
સલમાન ખાન સનાની તરફેણમાં ઉતરી આવ્યાં છે. ટ્વિટર પર સલમાને સના વિરુદ્ધ ખોટો પ્રચાર થતો હોવાનું કહી બચાવ કર્યો.












Click it and Unblock the Notifications
