Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ Khan ની કમેન્ટ, રિતિક 10 વર્ષ પછી પણ નવાઝુદ્દીન ના બની શકે...

રિતિક 10 વર્ષ પછી પણ નવાઝુદ્દીન ના બની શકે આવું કહેવું છે ડાયરેક્ટરની ટોપી પહેરેલા સોહેલ ખાનનું. સોહેલ ખાનની ફિલ્મ ફ્રિકી અલી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને એમી જેક્શન મુખ્ય રોલમાં છે. સલમાન ખાન અને સોહેલ ખાન જોરશોરથી ફિલ્મના પ્રોમોશનમાં લાગી ગયા છે.

હાલમાં જ દુબઇમાં ફિલ્મનું પ્રોમોશન કરતા સોહેલ ખાને નવાઝુદ્દીન સિદ્દીકીના ખુબ જ વખાણ કર્યા. આ વાતમાં કોઈ જ શંકા નથી કે બધા જ ડાયરેક્ટરની જેમ સોહેલ ખાન પણ નવાઝુદ્દીન સિદ્દીકીના કામથી ખુબ જ પ્રભાવિત થયા છે. પરંતુ વાત વાતમાં તેમને રિતિક રોશન પર પણ કમેન્ટ કરી નાખી.

sohail khan

સોહેલ ખાને કહ્યું કે નવાઝુદ્દીન સિદ્દીકીમાં ગજબનું ટેલન્ટ છે. નવાઝુદ્દીન ઈચ્છે તો 3 વર્ષમાં મહેનત કરીને એવું કરી શકે છે જે રિતિક રોશન કરે છે. પરંતુ રિતિક 10 વર્ષ સુધી મહેનત કરી લે તો પણ નવાઝુદ્દીન ના બની શકે.

આ વાત તો બધા જ જાણે છે કે રિતિક અને સલમાન વચ્ચે કઈ જ બરાબર નથી ચાલી રહ્યું. સલમાન ખાન પણ રિતિક પર કમેન્ટ કરવાનું ચુકતા નથી. પરંતુ સોહેલ ખાનની આ કમેન્ટ પર રિતિક શુ જવાબ આપે છે જે જોવાનું રસપ્રદ રહશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X