ક્યારેક IAS બનવા માંગતી હતી આ બોલ્ડ અને બ્યૂટિફુલ અભિનેત્રી, જાણો એવુ તો શું થયુ કે ફિલ્મી દુનિયામાં આવી ગઈ?ક્

અભિનેત્રી રાશિ ખન્ના તેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં રાશિ ખન્ના પોતાની ફિલ્મ યોદ્ધાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

રાશિ ખન્ના બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી નથી.

Rashi Khanna

આ દરમિયાન રાશિ ખન્નાએ હૈદરાબાદમાં એક નવું ઘર ખરીદ્યું છે અને તેણે સોશિયલ મીડિયા પર તેની પૂજાની ઝલક શેર કરી છે. રાશિ ખન્નાએ તેના પરિવાર સાથે ગૃહ પ્રવેશ પૂજા કરી છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે નવા ઘરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે.

4 એપ્રિલ 2024ના રોજ રાશિ ખન્નાએ પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ પૂજા કરી હતી. તેમના સમગ્ર પરિવારે આ પૂજામાં ભાગ લીધો હતો. પૂજામાં રાશિ ખન્ના એકદમ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. તેની સાથે તેની માતા અને નજીકના પરિવારના સભ્યો પણ હાજર હતા.

રાશિ ખન્ના એક સરી અભિનેત્રી સિવાય તેની સુંદરતા માટે પણ જાણીતી છે. રાશિ ખન્ના નાનપણથી જ અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તેણે ધોરણ 12માં ટોપ કર્યું હતું. એક સમય હતો જ્યારે તે IAS ઓફિસર બનવા માંગતી હતી. તેણી એટલી મક્કમ હતી કે તેણે પરીક્ષા પાસ કરવાનું નક્કી કર્યું અને યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી.

રાશિ ખન્ના માટે જીવનના મનમાં કંઈક બીજું હતું અને હવે તે પ્રખ્યાત હિરોઈન બની ગઈ. રાશિ ખન્નાએ 2013માં જ્હોન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કેફેથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેનો નાનો રોલ હતો. જોકે આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

આ પછી રાશિ ખન્નાએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2014માં ફિલ્મ ઓહલુ ગુસાગુસલ્દેથી કામ કરવાનું શરૂ કર્યું. તેણે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ વિલન ફિલ્મથી પોતાની ઓળખ બનાવી.

રાશિ ખન્ના ફિલ્મોમાં અભિનય ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે અને તેની મહેનતના કારણે આજે તે કરોડોની સંપત્તિની માલિક બની ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X