Pics : બૉલીવુડની નવી હિટ જોડી ‘સોનાક્ષય’
મુંબઈ, 7 જૂન : બૉલીવુડમાં હિટ જોડીઓની વણઝાર છે. રાજ-નરગિસથી લઈ અમિતાભ-રેખા, તો અનિલ-માધુરીથી લઈ શાહરુખ-કાજોલ. આ તમામ જોડીઓ તેમના દ્વારા અપાયેલ હિટ ફિલ્મોના કારણે બૉલીવુડની હિટ જોડીઓ તરીકે પ્રખ્યાત થઈ. જોકે જોડીઓ બનવાની આ પરમ્પરા સતત જળવાઈ રહી છે અને એવી જ વધુ એક જોડીનો ઉદય થઈ રહ્યો છે કે જેને આપણે સોનાક્ષય તરીકે સંબોધી શકીએ છીએ.
સમજ્યાં કે નહિં? આપે વિચારતાં હશો કે આ વળી સોનાક્ષય કઈ બલા છે? અરે ભાઈ... સોનાક્ષય એટલે સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમાર જ થાય ને. બૉલીવુડ દબંગ સલમાન ખાન સાથે કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હાની અત્યાર સુધી છ ફિલ્મો રિલીઝ થઈ છે અને તેમાંથી ત્રણમાં તેઓ અક્ષય કુમાર સાથે દેખાયાં છે. તેમાં રાઉડી રાઠોડ તો સુપરહિટ ફિલ્મ સાબિત થઈ. જોકે જોકર નિષ્ફળ નિવડી, તો ઓહ માય ગૉડ ફિલ્મમાં સોનાક્ષીએ માત્ર આયટમ સૉંગ કર્યુ હતું કે જે હિટ થયુ હતું.
હવે આપ વિચારશો કે માત્ર બે ફિલ્મોને કારણે જ આપણે સોનાક્ષયને હિટ જોડી કઈ રીતે કહી શકીએ. અરે ભાઈ, ફિલ્મો ચાલે કે ન ચલે, જોડી તો ચાલે જ છે. એટલે જ તો સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારની જોડી પુનઃ એક વાર વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન ફિલ્મમાં રૂપેરી પડદે આવી રહી છે, તો પિસ્તોલ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે કે જેમાં સોનાક્ષયની જોડી જ છે.
આવો સોનાક્ષયની જોડીની ફિલ્મોની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો.

રાઉડી રાઠોડ
સોનાક્ષયની પ્રથમ ફિલ્મ રાઉડી રાઠોડ હતી. સલમાન ખાન સાથે દબંગ જેવી હિટ ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી અંગે લાગતુ હતું કે તેઓ સલમાન સાથે જ હિટ થઈ શકશે, પરંતુ અક્ષય સાથે પ્રથમ જ ફિલ્મ હિટ રહી હતી અને આ જોડી ચાલી નિકળી હતી.

ઓએમજી
રાઉડી રાઠોડ પછી આ બંને ઓહ માય ગૉડમાં દેખાયાં, પરંતુ ઓએમજીને આપણે સોનાક્ષયની ફિલ્મ ન કહી શકીએ, કારણ કે તેમાં સોનાક્ષી સિન્હાએ માત્ર આયટમ સૉંગ કર્યુ હતું.

જોકર
રાઉડી રાઠોડની સફળતા પછી લોકોને લાગ્યુ હતું કે આ જોડી ફિલ્મને હિટ કરાવી શકે છે અને ફરાહ ખાને સોનાક્ષયને લઈ જોકર ફિલ્મ બનાવી, પરંતુ કોઈ પણ કારણસર આ ફિલ્મ નિષ્ફળ નિવડી હતી.

ઓયૂટીએમએ
સોનાક્ષયની આ જોડી હવે વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેનમાં પુનઃ આવી રહી છે. વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈની આ સિક્વલમાં અક્ષય કુમાર અને ઇમરાન ખાન છે. જોકે સોનાક્ષી સિન્હા ઇમરાન ખાન સાથે હોવાનું કહેવાય છે.

પિસ્તોલ
સોનાક્ષય એટલે કે સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારની જોડીની પાંચમી ફિલ્મ પિસ્તોલ આવી રહી છે. તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આમિર ખાનની ગઝનીના દિગ્દર્શક એ. આર. મુરુગડોસ પિસ્તોલનું દિગ્દર્શન કરી રહ્યાં છે. પિસ્તોલ એ તામિળ બ્લૉક બસ્ટર ફિલ્મ થુપાક્કીની રીમેક છે. ફિલ્મનું સંગીત પ્રીતમે તૈયાર કર્યું છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
