Pics : બૉસ અક્ષયની બાહોમાં મદહોશ સોનાક્ષી
મુંબઈ, 4 ઑક્ટોબર : સોનાક્ષીને ગમે છે અક્ષયની હૂંફ. બૉલીવુડમાં જ્યારથી સોનાક્ષીએ પ્રવેશ કર્યો, ત્યારથી તેઓ સતત અક્ષયના સાન્નિધ્યમાં આવતા જ રહે છે. સોનાક્ષીએ બૉલીવુડ કૅરિયર તો દબંગ સલમાન ખાન સાથે શરૂ કર્યું, પરંતુ તેઓની સૌથી વધુ ફિલ્મો અક્ષય કુમાર સાથે આવી છે. એટલે જ બૉલીવુડમાં આ જોડી સોનાક્ષય તરીકે જાણીતી થઈ છે.
સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમાર વધુ એક વાર પડદા ઉપર ધમાલ મચાવી રહ્યાં છે. બૉસ ફિલ્મમાં સોનાક્ષય એક આયટમ સૉંગ દ્વારા ધમાલ મચાવી રહ્યાં છે. એમ તો બૉસ ફિલ્મમાં લીડ રોલમાં અક્ષય કુમાર અને અદિતી રાવ હૈદરી છે, પરંતુ આમ છતાં સોનાક્ષી સિન્હાના આયટમ સૉંગનો તડકો લગાવવામાં આવ્યો છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અક્ષય કુમારની બાહોમાં મદહોશ બની ગયાં છે.
આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ વધુ વિગતો :

બૉસમાં સોનાક્ષય
બૉસ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા માત્ર એક આયટમ નંબર માટે છે, પરંતુ આમ છતાં અક્ષય કુમાર સાથે આ તેમની પાંચમી ફિલ્મ હશે.

રાઉડી રાઠોડ
સોનાક્ષયની પ્રથમ ફિલ્મ રાઉડી રાઠોડ હતી. સલમાન ખાન સાથે દબંગ જેવી હિટ ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી અંગે લાગતુ હતું કે તેઓ સલમાન સાથે જ હિટ થઈ શકશે, પરંતુ અક્ષય સાથે પ્રથમ જ ફિલ્મ હિટ રહી હતી અને આ જોડી ચાલી નિકળી હતી.

ઓએમજી
રાઉડી રાઠોડ પછી આ બંને ઓહ માય ગૉડમાં દેખાયાં, પરંતુ ઓએમજીને આપણે સોનાક્ષયની ફિલ્મ ન કહી શકીએ, કારણ કે તેમાં સોનાક્ષી સિન્હાએ માત્ર આયટમ સૉંગ કર્યુ હતું.

જોકર
રાઉડી રાઠોડની સફળતા પછી લોકોને લાગ્યુ હતું કે આ જોડી ફિલ્મને હિટ કરાવી શકે છે અને ફરાહ ખાને સોનાક્ષયને લઈ જોકર ફિલ્મ બનાવી, પરંતુ કોઈ પણ કારણસર આ ફિલ્મ નિષ્ફળ નિવડી હતી.

ઓયૂટીએમડી
સોનાક્ષયની આ જોડી હવે વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારામાં પુનઃ આવી રહી છે. વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈની આ સિક્વલમાં અક્ષય કુમાર અને ઇમરાન ખાન છે. જોકે સોનાક્ષી સિન્હા ઇમરાન ખાન સાથે હોવાનું કહેવાય છે.

પિસ્તોલ
સોનાક્ષય એટલે કે સોનાક્ષી સિન્હા અને અક્ષય કુમારની જોડીની છઠી ફિલ્મ પિસ્તોલ આવી રહી છે. તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આમિર ખાનની ગઝનીના દિગ્દર્શક એ. આર. મુરુગડોસ પિસ્તોલનું દિગ્દર્શન કરી રહ્યાં છે. પિસ્તોલ એ તામિળ બ્લૉક બસ્ટર ફિલ્મ થુપાક્કીની રીમેક છે. ફિલ્મનું સંગીત પ્રીતમે તૈયાર કર્યું છે.












Click it and Unblock the Notifications
