સલમાનની દબંગ 3ને લઈ સોનાક્ષી સિન્હાએ કર્યો મોટો ખુલાસો, જલદી શૂટિંગ શરૂ થશે

સલમાનની દબંગ 3ને લઈ સોનાક્ષી સિન્હાએ કર્યો મોટો ખુલાસો

સલમાન ખાનની દબંગ 3ને લઈને પાછલા કેટલાય સમયથી ચર્ચા થઈ રહી છે. પરંતુ જણાવી દઈએ કે હવે ફિલ્મ ફાઈનલી શરૂ થવા જઈ રહી છે. આનો ખુલાસો ખુદ સોનાક્ષી સિન્હાએ કર્યો છે. સોનાક્ષીએ તાજેતરમાં જ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે દબંગ 3 માટે હું બહુ ઉત્સાહિત છું. આ ફિલ્મમાં કામ કરવું મારા માટે ઘર વાપસી જેવું હશે.

દબંગમાં રજ્જોનો રોલ નિભાવી ચૂકેલ એક્ટ્રેસ સોનાક્ષીએ કહ્યું કે, મેં દબંગથી મારા બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી અને હવે દબંગ 3 પણ બનવા જઈ રહી છે. દબંગ અને દબંગ 2ની રિલીઝ બાદ અમે ઘણો બધો સમય લીધો છે પરંતુ હવે અમે બહુ જલદી જ દબંગ 3નું શૂટિંગ શરૂ કરશું. માટે હું બહુ એક્સાઈટેડ છું.

સોનાક્ષી સિન્હાએ કર્યો મોટો ખુલાસો

સોનાક્ષી સિન્હાએ કર્યો મોટો ખુલાસો

જણાવી દઈએ કે વર્ષ 2010માં આવેલ ફિલ્મ દબંગ સુપરહીટ રહી હતી. અભિનય કશ્યપના નિર્દેશનમાં બની આ ફિલ્મે 100 કરોડથી વધુની કમાણી કરી હતી. ખાસ કરીને ચુલબુલ પાંડે લોકપ્રિય કેરેક્ટર રહ્યું હતું. જે બાદ તેને એક ફ્રેન્ચાઈઝીનું રૂપ આપી દેવામાં આવ્યું. 2012માં આવેલ ફિલ્મ દબંગ 2 પણ સુપરહીટ રહી હતી. જ્યારે હવે દબંગ 3ની તૈયારી શરૂ થઈ ગઈ છે.

આ હશે વિલન

આ હશે વિલન

આ ફિલ્મમાં વિલન તરીકે કન્નડ સુપર સ્ટાર સુદીપ જોવા મળશે. દબંગ 3માં તેમનો રોલ ભારે દમદાર થનાર છે અને આ સલમાન ખાનને ટકક્રર આપતા જોવા મળશે.

એપ્રિલમાં શૂટિંગ શરૂ

એપ્રિલમાં શૂટિંગ શરૂ

દબંગ 3ની શૂટિંગ એપ્રિલમાં શરૂ થઈ 90-100 દિવસમાં પૂરી થઈ જશે. ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે. જ્યારે પ્રોડ્યૂસર અરબાઝ ખાન છે.

રિયલ લાઈફ સ્ટોરી

રિયલ લાઈફ સ્ટોરી

દબંગ 3માં એક અસલી પોલીસ ઑફિસરની સ્ટોરી દેખાડવામાં આવશે. આ પોલીસ ઑફિસર નોઈડાના છે અને તાજેતરમાં જ તેમની એક બાહુબલી પોલિટિશિયન સાથે બબાલ થઈ હોવાનો કિસ્સો પણ વાયરલ થયો હતો.

સલમાન ખાન ફિલ્મ

સલમાન ખાન ફિલ્મ

પ્રભુદેવાએ કહ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ પૂરું થઈ ચૂક્યું છે. દબંગ 3માં કોમેડી, ઈમોશન, એક્શન બધું છે. આ ફિલ્મ પૂરી રીતે સલમાન ખાન ફેન્સ માટે છે.

સુપરહીટ ફ્રેન્ચાઈઝ

સુપરહીટ ફ્રેન્ચાઈઝ

અબાઝ ખાને દબંગ 3 વિશે વાત કરતા કહ્યું કે ટાઈગર ઝિંદા હૈની જેમ દબંગ 3 પણ લોકોને પસંદ આવી શકે છે. કેમ કે ફ્રેન્ચાઈઝી માટે લોકોમાં અલગ જ પ્રકારનો જુસ્સો હોય છે. તે એક બ્રાન્ડ હોય છે.

ચુલબુલ પાંડેની કહાની

ચુલબુલ પાંડેની કહાની

દબંગ 3માં સોનાક્ષી સિન્હાનો રોલ બહુ નાનો કરી દીધો છે. દબંગ અથવા દબંગ 2ની જેમ અહીં રજ્જો આખી ફિલ્મમાં જોવા નહિ મળે. દબંગ 3માં રજ્જોનો રોલ ગણતરીની મીનિટો માટે જ છે. સલમાન- સોનાક્ષી બસ કેટલાક સીન્સમાં જ સાથે જોવા મળશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ એવી રીતે લખવામાં આવી છે જેથી પૂરું ફોકસ ચુલબુલ પાંડેના કેરેક્ટર પર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X