વન્સ અપૉન...માં દાઉદની પ્રેમિકા મંદાકિની બન્યાં સોનાક્ષી
મુંબઈ, 13 ઑગસ્ટ : ફિલ્મ લુટેરા જેવી ગંભીર ફિલ્મ કરનાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા પુનઃ એક વાર મોટા પડદે દસ્તક આપવા તૈયાર છે. તે પણ બિગ રોલ, બિગ સ્ટાર્સ અને બિગ બૅનર સાથે. આ શુક્રવારે સિલ્વર સ્ક્રીન ઉપર એકતા કપૂરની મોસ્ટઅવેટેડ ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મ અંડરવર્લ્ડ માફિયા દાઉદ ઇબ્રાહીમની વાર્તા પર આધારિત છે કે જે શોએબ તરીકે અક્ષય કુમાર રજૂ થઈ રહ્યાં છે. ફિલ્મમાં દાઉદની પ્રેમિકાનો રોલ સોનાક્ષી સિન્હા ભજવી રહ્યાં છે. સોનાક્ષીનો કિરદાર દાઉદની રીયલ ટાઇમ પ્રેમિકા મંદાકિનીથી પ્રેરિત મનાય છે. જોકે ફિલ્મને વિવાદમાં સપડાતા બચાવવા માટે આવી કોઈ બાબતને સમર્થન અપાતું નથી, પરંતુ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા એક અભિનેત્રીના રોલમાં છે. તેથી કહે છે કે સોનાક્ષીના પાત્રના અનેક શેડ્સ મંદાકિનીથી પ્રેરિત છે.
ખેર ફિલ્મ અંગેના તમામ રહસ્યો ઉપરથી પડદો તો શુક્રવારે ફિલ્મ રિલીઝ થતાં જ ઉઠશે. એકતા કપૂર નિર્મિત વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.
નોંધનીય છે કે મંદાકિની દાઉદની પ્રેમિકા છે. તેમને બૉલીવુડમાં લાવવાનો શ્રેય ગ્રેટ શોમૅન રાજ કપૂરને ફાળે જાય છે કે જેમણે મંદાકિનીને રામ તેરી ગંગા મૈલી દ્વારા બ્રેક આપ્યુ હતું. આ ફિલ્મથી મંદાકિની બૉલીવુડમાં છવાઈ ગયા હતાં. આ ફિલ્મ બાદ જ દાઉદ મંદાકિની ઉપર વારી ગયો. કહે છે કે રામ તેરી ગંગા મૈલીનું ઝરણા વાળું દૃશ્ય દાઉદે ચાલીસ વાર જોયું. દાઉદે પાકના સિનેમા ઘરોને આદેશ આપ્યો હતો કે તેઓ રામ તેરી ગંગા મૈલી ફિલ્મ ન દર્શાવે, કારણ કે તેમાં તેમની ભાભી છે. દાઉદ સામે મંદાકિનીને ભગાડી લઈ જવાનો પણ આરોપ છે. હાલ તો મંદાકિની ગુમનામીના અંધકારમાં છે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
