
વજન માટે મળી એવી ભદ્દી કમેન્ટ, સોનાક્ષીએ લીધી જોરદાર ક્લાસ, જુઓ Video
ફિલ્મ 'દબંગ' દ્વારા બોલિવુડમાં પોતાની ધમાકેદાર એન્ટ્રીથી ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા હંમેશા સોશિયલ મીડિયા પર પણ પોતાના દબંગ અંદાજ માટે છવાયેલી રહે છે. વાસ્તવમાં સોનાક્ષીની ઓળખ એક એવી અભિનેત્રી તરીકે છે જે સોશિયલ મીડિયા પર આવનારા ભદ્દી કમેન્ટ્સ પર ચૂપ બેસવાના બદલે ટ્રોલ કરનારા લોકોને આકરો જવાબ આપી દે છે. હવે એક વાર ફરીથી સોનાક્ષીએ બૉડી શેમિંગ માટે તેને ટ્રોલ કરનારા લોકોને તગડો જવાબ આપ્યો છે. સોનાક્ષીએ એક વીડિયો જારી કરીને જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર કેવી રીતે વજન માટે તેને નિશાન બનાવવામાં આવે છે અને તે કઈ રીતે આવા લોકોને હેન્ડલ કરે છે.

#BiggerThanThem શીર્ષકથી અપલોડ કર્યો વીડિયો
પોતાના ઈન્સ્ટાગ્રામ પર #BiggerThanThem શીર્ષકથી આ વીડિયોને અપલોડ કરીને સોનાક્ષીએ ખુલાસો કર્યો કે તેના વજન માટે તેને કઈ રીતની ઘટિયા વાતોનો સામનો કરવો પડે છે અને આ વાતો છતાં તે કેવી રીતે તેનાથી પ્રભાવિત નથી થતી. આ વીડિયોની શરૂઆતમાં સોનાક્ષી સોશિયલ મીડિયા પર તેના માટે આવતી કમેન્ટ પણ વાંચે છે. જેમ કે - કેટવોક કરતી ગાય, મોટી, આંટી અને મોટાક્ષી સિન્હા અને એવા ઘણા નામ જે તેને ટ્રોલ કરવા માટે સોશિયલ મીડિયા પર લખવામાં આવે છે.

‘આવા લોકો માત્ર તમારા વાઈબને મારે છે'
આ કમેન્ટ્સ વાંચ્યા બાદ સોનાક્ષી જવાબ આપે છે, ‘કલ્પના કરો કે સોશિયલ મીડિયા પર આનાથી પણ વધુ ખરાબ કહેવામાં આવે છે. માત્ર એટલા માટે, કારણકે તમે એક પોસ્ટ નાખી છે અને જેને તમે મહાન સમજો છો? ટ્રોલ્સ. આ લોકોને આ જ કહેવામાં આવે છે ને આના લોકો માત્ર તમારા વાઈબને મારે છે. જેમની પાસે બીજાને જજ કરવા માટે બહુ ટાઈમ હોય છે પરંતુ અમુક કામ નથી થતુ. એટલા માટે આ લોકો કંઈ પણ કહેશે. એકદમ આમ જ. તે બોલે છે આપણે સાંભળીએ છીએ. ક્યારેક ક્યારેક ગુસ્સો પણ આવે છે, દુઃખ થાય છે અને આપણે સન્ન રહી જઈએ છીએ. પરંતુ હવે તો આપણે હસવા લાગી જઈએ છે કારણકે આ લોકો ખુદ એક મજાક છે.
આ પણ વાંચોઃ બ્લેક સ્વિમસૂટમાં સની લિયોને પૂલમાં મચાવી હલચલ, ફોટાએ લગાવી આગ

સોનાક્ષી સિન્હા ક્યારેય નહિ થાય ખામોશ
ત્યારબાદ સોનાક્ષી જણાવે છે કે તે એવા ટ્રોલ્સ પર ધ્યાન કેમ નથી આપતી. વીડિયોમાં સોનાક્ષી કહે છે, મે પણ સાંભળ્યુ... બહુ સાંભળ્યુ, પરંતુ પછી મે વિચાર્યુ કે હવે તો હું 30 કિલો ઘટાડી ચૂકી છુ, તો પણ આમની ટેંટે ચાલુ છે. ત્યારે મે કહ્યુ, ભાડમાં જાઓ, કારણકે સોનાક્ષી સિન્હા અહીં એક ખાસ કારણથી છે. હું જેવી છુ, એવી છુ અને મારી પાસે છૂપાવવા માટે કંઈ નથી. ના મારા કર્વ, ના મારુ વજન અને ના મારી ઈમેજ. હું કોઈ નંબર નથી. અને... આ જ વાત મને તેમનાથી મોટી બનાવે છે. સોનાક્ષી સિન્હા ક્યારેય નહિ થાય ખામોશ. જુઓ વીડિયો -
|
સોનાક્ષી પહેલા પણ કરી ચૂકી છે ટ્રોલ્સને ખામોશ
તમને જણાવી દઈએ કે હાલમાં જ સોનાક્ષી સિન્હાએ તેને ટ્રોલ કરનારા લોકોને એ વખતે પણ આકરો જવાબ આપી દીધો હતો જ્યારે કેહબીસીના એક સવાલ પર યુઝર્સે તેને ઘેરવાની કોશિશ કરી. વાસ્તવમાં તેને પૂછ્યુ કે રામાયણ અનુસાર હનુમાન કોના માટે સંજીવની બુટી લાવ્યા હતા ત્યારે સોનાક્ષી આનો જવાબ નહોતી આપી શકી. ત્યારબાદ લોકોએ તેને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ. ત્યારબાદ સોનાક્ષીએ એક ટ્વીટ કરીને આ મામલે ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી. સોનાક્ષીએ લખ્યુ, ‘ડિયર જાગતા ટ્રોલ્સ, મને પાઈથાગોરસની થિયરી પણ યાદ નથી, મર્ચન્ટ ઑફ વેનિસ, પીરિયોડિક ટેબલ, મુઘલ સલ્તનતની વંશાવલી અને શું શું યાદ નથી, તે પણ યાદ નથી. જો તમારી પાસે કોઈ કામ નથી અને આટલો સમય છે તો પ્લીઝ આ બધા પર મીમ્સ બનાવોને. આઈ લવ મીમ્સ.'