સોનાક્ષીનો ડાંસ જોઈ આફરીન પોકારી ઉઠશો
મુંબઈ, 28 સપ્ટેમ્બર : અજય દેવગણની ફિલ્મ સન ઑફ સરદારનું પ્રથમ ગીત ...રાની મૈં તૂ રાજા...નો વીડિયો આજે રિલીઝ થયો છે અને આ ગીતમાં સોનાક્ષી સિન્હાએ ગઝબ કમાલ કર્યો છે. આ અગાઉ પણ રાઉડી રાઠોડના ...છમ્મક છેલ્લો... ગીતમાં સોનાક્ષીએ જોરદાર ઠુમકાં લગાવ્યા હતાં અને તેની કમરના દરેક લચકાએ દર્શકો આફરીન પોકારી ઉઠ્યા હતાં.

સન ઑફ સરદારના આ ગીતને જોઈને પણ તમે સોનાક્ષી સાથે ડાંસ કરતાં પોતાની જાતને રોકી નહિં શકો. સાથે જ આજે 28મી સપ્ટેમ્બરે સોનાક્ષી અને અક્ષયની વધુ એક ફિલ્મ ઓહ માય ગૉડ પણ રિલીઝ થઈ છે કે જેમાં સોનાક્ષીનું આઇટમ સૉંગ ...ગો ગોવિંદા... ઘણો હિટ થયો છે.
સન ઑફ સરદારના રાજા રાની ગીતમાં સોનાક્ષીના જલવા જોતાં જ રહી જવાય છે. આ ગીતમાં સોનાક્ષી અજયને કહે છે કે તે રાની છે અને અજય રાજા. ગીતની દરેક લાઇનમાં સોનાક્ષીના ચહેરાના ભાવ બહેતરીન છે. અજયની ફિલ્મ સન ઑફ સરદાર શાહરુખ ખાનની ફિલ્મ જબ તક હૈ જાન સાથે જ 13મી નવેમ્બરે રિલીઝ થવાની છે. સન ઑફ સરદારમાં સોનાક્ષી અને અજય સાથે જુહી ચાવલા, સંજય દત્ત, મુકુલ દેવ, બિંદુ દારા સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મમાં સોનાક્ષીનો ડાંસ અને તેની દમદાર કૉમેડી જોવા જેવી છે. આ ઉપરાંત સોનાક્ષી આજે રિલીઝ થયેલી ઓહ માય ગૉડમાં પણ મુખ્ય પાત્ર ભજવી રહી છે અને આ ફિલ્મમાં પણ તેનું એક આઇટમ સૉં છે. આ આઇટમ સૉંગ માટે પ્રભુદેવાએ સોનાક્ષી પાસે બહુ મહેનત કરાવી છે અને આ ગીત જોઈને તમે પણ સોનાક્ષીના ડાંસના ફેન થઈ જશો.












Click it and Unblock the Notifications
