કોણે સુંવાળા બનાવ્યા સોનાક્ષી સિન્હાના વાળ?
મુંબઈ, 22 મે : બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા વાટિકા એનરિચ્ડ કોકોનટ હૅર ઑયલની એડ ફિલ્મમાં નજરે પડશે. સોનાક્ષીએ જણાવ્યું કે તેમના વ્યવસાયમાં વાળની જુદી-જુદી સ્ટાઇલ માટે અનેક પ્રકારના રાસાયણિક તત્વોનો વાળ ઉપર પ્રયોગ કરાય છે. વાટિકા હૅર ઑયલ દ્વારા કરાયેલ માલિશ વાળને નબળા થઈ તુટતા બચાવે છે.

દબંગ ફૅમ સોનાક્ષી સિન્હાએ એક નિવેદનમાં જણાવ્યું - આખા દિવસમાં મારે જેટલા રાસાયણિક તત્વો વાળ ઉપર લગાવવા પડે છે, તે વાળને નબળા બનાવે છે. આ જ જોખમ દરરોજના તાણ અને પ્રદૂષણના કારણે પણ હોય છે કે જે આગળ ચાલી વાળ ખરવાનું કારણ બને છે.
સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે તેમણે વાળ માટે જુદા-જુદા તેલનો ઉપયોગ કર્યો, પણ બધુ વ્યર્થ રહ્યું. તેમણે જણાવ્યું - મારા હૅર સ્ટાઇલિસ્ટે મને વાટિકા એનરિચ્ડ કોકોનટ હૅર ઑયલથી વાળની માલિશ કરવાની સલાહ આપી. હવે હું પોતાના વાળ અંગે બેફિકર છું.
દબંગ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર સોનાક્ષી સિન્હા દબંગ 2 ફિલ્મમાં પણ હતાં. રૅમ્બો રાજકુમાર તથા લુટેરા જેવી તેમની આગામી ફિલ્મો છે.












Click it and Unblock the Notifications
