રજ્જોના ચુલબુલ સાથે રિસામણા અને અબોલા

મુંબઈ, 17 જાન્યુઆરી : આપ સમજી જ ગયાં હશો કે અમે કોની વાત કરી રહ્યાં છીએ. હા જી, બૉલીવુડના ચુલબુલ પાન્ડે તો માત્ર એક જ છે અને તે છે સલ્લુ મિયા. તેમની પ્યારી રજ્જો એટલે કે સોનાક્ષી સિન્હા આજકાલ રીયલ લાઇફમાં સલમાન સામે નારાજ ચાલી રહ્યાં છે. ખબર છે કે બંને વચ્ચે છેલ્લા એક મહીનાથી વાતચીત પણ નથી થઈ રહી. કહેવાય છે કે સોનાક્ષી એટલા માટે નારાજ છે કારણ કે સલમાન ખાને પોતાના ભાઈ સોહેલ ખાનની સીસીએલ લીગના બ્રાન્ડ એમ્બેસડરની યાદીમાંથી સોનાક્ષીનું નામ ઉડાવી દીધું અને તેમના સ્થાને અન્ય અભિનેત્રીઓને તક આપી રહ્યાં છે. તેથી સોનાક્ષી મૅડમ સલ્લુ મિયાથી રિસાયાં છે.

નોંધનીય છે કે સોનાક્ષી સિન્હાએ વર્ષ 2010માં સુપર હિટ ફિલ્મ દબંગ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો અને રાતોરાત સ્ટાર બની ગયા હતાં. ત્યારે સલમાને પોતાના અઝીઝ મિત્ર ગોવિંદાનું દિલ તોડ્યુ હતું. તેમણે ગોવિંદાના પુત્ર નર્મદાને લૉન્ચ ન કરી શૉટગનના પુત્રી સોનાક્ષીને બ્રેક આપ્યુ હતું. ફિલ્મ હિટ થઈ અને સોનાક્ષીના ઘરે દિગ્દર્શકોની લાઇનો લાગી ગઈ. તેના માટે સોનાક્ષી વારંવાર સલમાનના વખાણ કરતાં થાકતાં નથી.

એટલું જ નહીં વર્ષ 2012માં પણ દબંગ 2નો જલવો જળવાઈ રહ્યો, પરંતુ આમ છતા કદાચ હવે આવનાર દિવસોમાં સોનાક્ષી સલમાન મિયા સાથે ન પણ દેખાય. જોકે આ તમામ બાબતોની પાછળ સલમાન ખાનની કિસ્મત પણ છે કે જે તેમને દગો આપી દે છે. બિચારા લોકો સલમાન સાથે મૈત્રી તો કરે છે, પરંતુ તે મૈત્રીની ઉંમર ઓછી હોય છે. જોઇએ સલમાન-સોનાક્ષી વચ્ચેની ગેરસજમણ ક્યારે ઓછી કે દૂર થાય છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X