For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UKમાં સોનમ કપૂર-મૌની રૉયે તોડ્યો ક્વૉરંટાઈનનો નિયમ, થઈ શકે છે કડક સજા

દરેક દેશે આ મહામારી સામે લડવા માટે કડક નિયમ બનાવ્યા છે જેને દરેક નાગરિકે માનવા ખૂબ જ જરૂરી છે પરંતુ બૉલિવુડની બે અભિનેત્રીઓએ નિયમ તોડવાનુ કામ કર્યુ છે

|
Google Oneindia Gujarati News

આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. દરેક દેશે આ મહામારી સામે લડવા માટે કડક નિયમ બનાવ્યા છે જેને દરેક નાગરિકે માનવા ખૂબ જ જરૂરી છે પરંતુ બૉલિવુડની બે અભિનેત્રીઓએ નિયમ તોડવાનુ કામ કર્યુ છે જેના કારણે તેમની સામે એક્શન લેવામાં આવી શકે છે. વાસ્તવમાં અહીં વાત થઈ રહી છે અભિનેત્રી સોનમ કપૂર અને મૌની રૉયની જેમણે યુકેમાં ક્વૉરંટાઈનનો કાયદો તોડ્યો છે. હવે આ જાણીજોઈને થયુ કે અજાણતા એ વિશે તો કંઈ કહી ન શકાય પરંતુ બંનેના આ કામની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

સોનમ કપૂરે શેર કર્યો વર્કઆઉટનો ફોટો

સોનમ કપૂરે શેર કર્યો વર્કઆઉટનો ફોટો

વાસ્તવમાં સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર વર્ક આઉટ કરતો અને મૌની રૉયે એક કૈફે હાઉસમાં કૉફી પીતો ફોટો શેર કર્યો છે જેના કારણે બંને પર તગડો દંડ અથવા કાયદો તોડવા પર કેસ ચાલી શકે છે અથવા પછી બંનેને નિયમ તોડવાના ચક્કરમાં અરેસ્ટ પણ કરવામાં આવી શકે છે.

બહારથી આવતા લોકોએ 14 દિવસ હોમ ક્વૉરંટાઈનમાં રહેવુ જરૂરી

તમને જણાવી દઈએ કે યુકે પહોંચ્યા બાદ બંને અભિનેત્રીઓને 14 દિવસ હોમ ક્વૉરંટાઈનમાં રહેવાનુ હતુ પરંતુ બંને ઘરની બહાર આવ્યા છે. બંનેએ તેનો દંડ ભરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે આખુ લૉકડાઉન, મુંબઈમાં પોતાના ઘરે વીતાવ્યા બાદ સોનમ હાલમાં પોતાના પતિ આનંદ આહૂજા સાથે લંડન પાછી આવી છે. વળી મૌની રૉય શૂટિંગ માટે યુકે પહોંચી છે.

'દરેકે નિયમ માનવા જરૂરી છે'

'દરેકે નિયમ માનવા જરૂરી છે'

ઉલ્લેખનીય છે કે નિયમ મુજબ યુકેમાં બહારથી આવતા દરેક વ્યક્તિ 14 દિવસ ક્વૉરંટાઈન પીરિયજમાં રહેવુ પડશે. આ 8 જૂનથી અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. જો કોઈ આ નિયમનુ પાલન ન કરે તો તેને 1000 યુરોનો દંડ કે કેસનો સામનો કરવો પડશે. આ નિયમ યુકેના લોકો માટે પણ છે કે જે ક્યાંક બહારથી ઘરે પાછા આવ્યા છે.

સુશાંત રાજપૂતની જિંદગીથી પ્રેરિત ફિલ્મ 'Suicide or Murder'નુ પોસ્ટર રિલીઝસુશાંત રાજપૂતની જિંદગીથી પ્રેરિત ફિલ્મ 'Suicide or Murder'નુ પોસ્ટર રિલીઝ

English summary
Sonam Kapoor And Mouni Roy May Be Prosecuted Or Fined For Break Uk Coronavirus Quarantine rule.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X