બિકિની ગર્લ સોનમ કપૂરે કરાવ્યું ઝાકઝમાળભર્યું ફોટોશૂટ : જુઓ તસવીરો
મુંબઈ, 9 એપ્રિલ : બૉલીવુડના સ્ટાઇલ આઇકૉન ગ્રૅઝિયા મૅગેઝીનની એપ્રિલ આવૃત્તિની કવર ગર્લ બની છે. ઇમ્પેકૅબલ સ્ટાઇલ ધરાવતાં સોનમ કપૂર ગ્રૅઝિયના કવર પેજ પર કલરફુલ અને વ્હાઇટ લુકમાં ખૂબ જ દેખાવડા લાગી રહ્યાં છે.
સોનમ કપૂરે ફાલ્ગુની અને શેન પીકૉકનું ક્રૉપ જર્સી ટૉપ પહેર્યું છે. આ ક્રૉપ જર્સી ટૉપ લાલ અને રંગીન પ્રિંટ ધરાવતું પણ છે. સોનમે ફાલ્ગુની તથા શેન પીકૉકની 45 નંબરની ક્રૉપ જર્સી પહેરી છે અને તે પણ ડેનિમ તથા શીર ડાઇઝલ સ્કર્ટ સાથે. સ્કર્ટનો કમરનો ભાગ ડેનિમમાં છે, જ્યારે બૉટમ પૂર્ણત્વે નિર્ભેળ છે.
સોનમ કપૂરે ગ્રૅઝિયા મૅગેઝીન માટે મુંબઈના જાણીતા ચર્ચગેટ પાછળ ફોટોશૂટ કરાવ્યું હતું. સોનમ કપૂર ચિક લાગતા હતાં. તેમણે સેંટર-પેંટિંગ વેટ સ્લીક હૅરસ્ટાઇલ સાથે આ ફોટોશૂટ કરાવ્યું. ગ્રૅઝિયાની એપ્રિલ આવૃત્તિ ઉનાળા વિશેષ પર આધારિત છે અને એટલે જ સોનમ કપૂરે ઉનાળામાં પહેરવા યોગ્ય પરિધાનો સાથે આ ફોટોશૂટ કરાવ્યું.
ચાલો તસવીરો સાથે જોઇએ સોનમ કપૂરનું ઝાકઝમાળભર્યું ફોટોશૂટ :

સાંવરિયાથી શરૂઆત
સોનમ કપૂર બૉલીવુડના વ્યસ્ત અભિનેત્રી છે. તેમણે સાંવરિયા ફિલ્મથી બૉલીવુડમાં કૅરિયર શરૂ કર્યુ હતું.

શરુઆતે સંઘર્ષ
સોનમ કપૂરની પહેલી ફિલ્મ ફ્લૉપ નિવડી અને તેમની શરુઆત સંઘર્ષમય રીતે થઈ હતી.

રાંઝણાએ કિસ્મત બદલી
સોનમ કપૂરની પ્રથમ સફળ ફિલ્મ રાંઝણા રહી કે જે ગત વર્ષે આવી હતી. આ સાથે સોનમની કિસ્મત બદલાઈ ગઈ.

સતત બીજી હિટ
સોનમ કપૂરે ગત વર્ષે રાંઝણા ઉપરાંત બીજી હિટ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં પણ કામ કર્યુ હતું.

લાંબી મજલ
સોનમ કપૂરે બૉલીવુડમાં હજી લાંબી મજલ કાપવાની છે.

ખૂબસૂરતમાં સોનમ
સોનમ કપૂરની આગામી ફિલ્મોમાં ખૂબસૂરતનો સમાવેશ થાય છે કે જે રેખાની ખૂબસૂરતની રીમેક છે.

હોમ પ્રોડક્શનની ફિલ્મ
ખૂબસૂરત સોનમના હોમ પ્રોડક્શનની ફિલ્મ છે એટલે કે સોનમના પપ્પા અનિલ કપૂર જ તેના નિર્માતા છે.

બિકિનીના કારણે ચર્ચામાં
સોનમ કપૂર છેલ્લે બેવકૂફિયાં ફિલ્મમાં દેખાયા હતાં કે જે ફિલ્મ તો સરેરાશ રહી, પરંતુ તેમની બિકિનીએ તેમને ચર્ચામાં લાવી દીધી.

વિવાદ પણ થયો
બેવકૂફિયાં ફિલ્મમાં બિકિની અંગે એવા સમાચારો વહેતા થયાં કે સોનમને બિકિનીમાં જોઈ અનિલે એમ કહ્યું કે ફિલ્મને સારી શરુઆત મળશે, પરંતુ સોનમને તેનું ખંડન કરતા કહ્યુ હતું કે મારી વાતને ખોટી રીતે લેવામાં આવી.

ડૉલી કી ડોલી
સોનમ કપૂર વધુ એક ફિલ્મ ડોલી કી ડૉલીમાં પણ કામ કરી રહ્યાં છે. તેનું શૂટિંગ તાજેતરમાં જ શરૂ થયું છે.












Click it and Unblock the Notifications
