Pics : સોળે શણગાર સજી દુલ્હન બન્યાં સોનમ
મુંબઈ, 6 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર આજકાલ ખૂબ જ લાઇમલાઇટમાં છે. તેઓ સતત ચર્ચામાં છે. સતત બે ફિલ્મોની સફળતાએ સોનમના ભાવ વધારી નાંખ્યા છે. એટલે જ તો સોનમ કપૂર રૂપેરી પડદા ઉપર મળેલી સફળતાને સારી પેઠે વટાવી રહ્યાં છે.
ભાગ મિલ્ખા ભાગ અને રાંઝણા જેવી બે હિટ ફિલ્મો બાદ અચાનક બૉલીવુડમાં સોનમ કપૂરની કિંમત વધી ગઈ છે. તેમને ત્યાં નિર્માતા-દિગ્દર્શકોની પૃચ્છા વધી છે, તો વિવિધ મૅગેઝીનોના કવર પેજ ઉપર પણ તેમની ડિમાંડ વધી છે. તાજેતરમાં જ જીક્યૂ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવનાર સોનમ કપૂર હવે સોળે શણગાર સજી દુલ્હન બની ગયાં છે.
સોનમ કપૂરે દુલ્હનનો અવતાર ધર્યો છે ધ હિન્દૂ બ્રિડલ મંત્ર મૅગેઝીન માટે. આવો તસવીરોમાં જોઇએ કઈ રીતે સોળે શણગાર સજી રહ્યાં છે સોનમ કપૂર :

સાંવરિયાથી શરુઆત
સોનમ કપૂરે સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ સાંવરિયા સાથે પોતાના બૉલવુડ કૅરિયરની શરુઆત કરી હતી.

નિષ્ફળતાના છ વર્ષ
સોનમ કપૂર બૉલીવુડમાં છ વરસથી છે અને આ છ વરસ દરમિયાન તેમનો સામનો સતત નિષ્ફળતાઓ સાથે થયો છે. તેમની છેલ્લી ફ્લૉપ ફિલ્મ મૌસમ હતી.

રાંઝણા હિટ
સોનમ કપૂરની પ્રથમ હિટ ફિલ્મ રાંઝણા રહી કે જે તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેમના હીરો ધનુષ છે.

ખુશ છે સોનમ
રાંઝણા અને તે પછી ભાગ મિલ્ખા ભાગ પણ હિટ થતાં સોનમ કપૂર ખુશખુશાલ છે.

તો બહેન બનાવશે ફિલ્મ
સોનમે જણાવ્યું કે હાલ મને સારી ઑફર્સ મળી રહી છે, પરંતુ જો ક્યારેક ઑફર્સ નહીં મળે, તો મારી બહેન રિયા કપૂર મારી માટે ફિલ્મો બનાવશે.

કવર પેજો પર છવાયાં
હવે હિટ થતાં સોનમ કપૂરે થોડાક દિવસ પહેલા જીક્યૂ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું અને હવે તેઓએ દુલ્હન તરીકે ફોટોશૂટ કરાવ્યું છે.












Click it and Unblock the Notifications
