સોનૂ નિગમે ખોલી રિયાલિટી શોઝની પોલ, કર્યા એક પછી એક ચોંકાવનારા ખુલાસા
સિંગર સોનૂ નિગમે એક તરફ જ્યાં મ્યુઝિક માફિયા અને ઈન્ડસ્ટ્રીમાં પક્ષપાત પર વાત કરી છે. વધુ એક વીડિયોમાં તેમણે ભારતના રિયાલિટી શોની પોલ ખોલીને રાખી દીધી છે.
સિંગર સોનૂ નિગમે એક તરફ જ્યાં મ્યુઝિક માફિયા અને ઈન્ડસ્ટ્રીમાં પક્ષપાત પર વાત કરી છે. વધુ એક વીડિયોમાં તેમણે ભારતના રિયાલિટી શોની પોલ ખોલીને રાખી દીધી છે. લગભગ એક મહિના જૂના આ વીડિયોમાં સોનૂ નિગમે ઈન્ડિયન આઈડલ અને બાકીના રિયાલિટી શોઝ પાછળની સચ્ચાઈ વર્ણવી છે જે સાંભળીને તમે ચોંકી જશે. તમને જણાવી દઈએ કે સોનૂ નિગમ ખુદ પણ રિયાલિટી શોના જજ રહી ચૂક્યા છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેમણે કોઈ પણ ઑફરને હામી ભરી નથી આની પાછળ પણ કારણ છે. ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી સાથે વાતચીત દરમિયાન સોનૂ નિગમે રિયાલીટી શોઝ પાછળની સચ્ચાઈ ફેન્સ સામે મૂકી છે.

પહેલા એક્ટિંગ નહોતી થતી
સોનૂ નિગમે કહ્યુ, 'જો દુનિયામાં કોઈ વસ્તુ સારી ચાલી રહી હોય અને તેનુ ભજિયા પાવ કરવાનુ હોય તો અહીં લઈ આવો. હું મારા દેશને ખૂબ પ્રેમ કરુ છુ. પરંતુ જેમ અમેરિકન આઈડલ, બ્રિટિશ આઈડલ.. જ્યાં શરૂ થયુ ત્યાં તો ચાલી રહ્યુ છે. આપણે અહીં મે, ફરાહ અને અનુજીએ શરૂ કર્યુ.. પરંતુ ક્યાંથી ક્યાં પહોંચી ચૂક્યુ છે.' સોનૂએ ઉમેર્યુ, 'પહેલા કોઈ બાળક વોટ આઉટ થઈ જતો.. તો જો કોઈ કહેતુ કે હું બહાર જઈ જ રહ્યો છુ, સોનૂ ભૈયાને એક વાર મળવુ છે, પગે લાગવુ છે. પરંતુ તેમને ના પાડી દેવામાં આવતી હતી. તમે અહીં જજ છો, તમારે એ પૉઝિશન મેઈન્ટેઈન કરીને રાખવાની છે. અમે પણ સ્ટેજ પર નહોતા જતા.'

માર્કેટિંગ ટીમ બધુ નક્કી કરે છે
સોનૂએ કહ્યુ 'ધીમે ધીમે અમારુ સ્ટેજ પર જવાનુ શરૂ થયુ. અને હવે તો જજ ગીતો પણ ગાઈ રહ્યા છે. તેમની પણ પર્ફોર્મન્સ થાય છે. કેમ! કારણકે ટીઆરપી જોઈએ. પબ્લિસિટી ટીમ એ ઈચ્છે છે. તે ટીમ જેને સિંગિંગ સાથે કોઈ લેવાદેવા નથી. આ આજકાલના બાળકો પંચમ દા, કિશોર દાની વાતો કરે છે. પૂછે છે કોણ છે લક્ષ્મીકાંત પ્યારેલાલ? એવા લોકો માર્કેટિંગમાં છે, તે બધુ ડિસાઈડ કરે છે. જ્યાં જજને સ્ટેજ સુધી લઈ જવાની મંજૂરી નથી. વળી, હવે રડારોળ બહુ ચાલુ રહે છે.'

કન્ટેસ્ટન્ટના પગે પડવુ અને કન્ટેસ્ટન્ટની દર્દભરી દાસ્તાન
'માત્ર રડવાનુ જ નહિ.. પરંતુ જજ જઈને કન્ટેસ્ટન્ટના પગે પણ લાગે છે. હું તારા પગે લાગી લઉ. આ બધુ શું છે. આ બધુ બહારના રિયાલિટી શોમાં નથી થતુ. આપણે સ્તર નીચે લાવી દીધુ છે.' સોનૂનુ કહેવુ છે કે જો તમે ટેલેન્ટની શોધ કરી રહ્યા હોવ તો શોમાં માર્કેટીંગ ટીમે આ રીતે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. પહેલા પણ એક વાર સોનૂ નિગમે રિયાલિટી શો વિશે કહ્યુ હતુ કે શોને હિટ કરવા માટે કન્ટેસ્ટન્ટની બેકગ્રાઉન્ડ સ્ટોરી અને દર્દભરી દાસ્તાન બતાવવામાં આવે છે. લોકોને તેમના ટેલેન્ટ નહિ પરંતુ તેમની કહાનીઓના આધારે જજ કરવામાં આવે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
