For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પણ આવી શકે છે આત્મહત્યાના સમાચાર, સોનુ નિગમે કહી ચોંકાવનારી વાત

સોનુ નિગમે ચોંકાવનારી વાત કહી કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પણ આત્મહત્યાના સમાચાર આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ સહિત આખો દેશ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી શોકમાં છે. કોઈને સમજમાં નથી આવી રહ્યુ કે તેણે આવુ કેમ કર્યુ. આ દરમિયાન બૉલિવુડના અમુક લોકોને સુશાંતસિંહના મોત માટે જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. ઉભરતા એક્ટરના મોત બાદ સોશિયલ મીડિયા પર નેપોટિઝમ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. સાથે જ આને પ્રોત્સાહન આપનારાઓનો બૉયકૉટ કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે સુશાંત સિંહ ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ દુશ્મનીના કારણે ડિપ્રેશનનો શિકાર હતા જેના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી. હાલમાં પોલિસ દરેક પાસાંની તપાસમાં લાગેલી છે.

'મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પણ આવી શકે છે આત્મહત્યાના સમાચાર'

'મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પણ આવી શકે છે આત્મહત્યાના સમાચાર'

સુશાંતના મોત બાદ ઘણા એક્ટર્સ, સિંગર્સ અને ડાયરેક્ટર્સ ખુલીને ઈન્ડસ્ટ્રી વિશે ખુલાસા કરી રહ્યા છે પરંતુ જાણીતા સિંગર સોનુ નિગમે મ્યુઝિક ઈન્ડસ્ટ્રી વિશે જે કહ્યુ છે તે ખૂબ જ ચોંકાવનારુ છે. સિંગરે એક વીડિયો જારી કરીને કહ્યુ કે આજે બૉલિવુડથી સુશાંત સિંહ રાજપૂત મર્યો છે, એક એક્ટર મર્યો છે, કાલે તમે કોઈ સિંગર વિશે પણ આવુ સાંભળી શકો છો.

મન ખૂબ જ પરેશાન છેઃ સોનુ નિગમ

મન ખૂબ જ પરેશાન છેઃ સોનુ નિગમ

સોનૂ નિગમે પોતાના વીડિયોમાં કહ્યુ કે મે ઘણા દિવસોથી વીડિયો નહોતો બનાવ્યો કારણકે મારો મૂડ ઠીક નહોતો. હું સમજી નહોતો શકતો કારણકે અત્યારે આખો દેશ ઘણા પ્રેશરમાંથી પસાર થઈ રહ્યો છે. એક તો સુશાંત સિંહ રાજપૂતના નિધનથી મેન્ટલ અને ઈમોશનલ પ્રેશર કારણકે આપણે આપણી સામે એક યુવાન જિંદગીને જતા જોઈ છે. આ ઉપરાંત ભારત-ચીન વચ્ચે જે ચાલી રહ્યુ છે જેમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા, તેનુ ખૂબ દુઃખ હું એક ભારતીય છુ તેનાથી પણ વધુ એક માનવ છુ. મને બંને વસ્તુઓ પ્રભાવિત કરી રહી છે, જેનાથી મારુ મન ખૂબ જ પરેશાન છે.

'અહીં બે વ્યક્તિના હાથમાં આખી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી છે'

સોનૂ નિગમે કહ્યુ કે આજે બૉલિવુડથી સુશાંત સિંહ રાજપૂત મર્યો છે, એક એક્ટર મર્યો છે, કાલે તમે કોઈ સિંગર વિશે સાંભળી શકો છો. ફિલ્મોથી મોટા છે મ્યુઝીક માફિયા, ફિલ્મોથી મોટી ગેંગ તો અહીં ચાલી રહી છે. અહીં બે લોકો છે, જેમના હાથમાં આખી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી છે. એ જે ડિસાઈડ કરે છે કયા સિંગરને લેવાના છે અને કોને નહિ. આજે બે કંપનીઓના હાથમાં તાકાત છે. વળી, એક્ટર જેનાપર આજકાલ લોકો આંગળી ઉઠાવી રહ્યા છે તેણે અરિજીત સિંહ સાથે પણ એમ જ કર્યુ છે.

'હું તો સહ કરી ગયો છુ પરંતુ નવા બાળકો નહિ સહન કરી શકે'

'હું તો સહ કરી ગયો છુ પરંતુ નવા બાળકો નહિ સહન કરી શકે'

સોનૂ આગળ કહે છે કે મે કેટલા ગીતો ગાયા છે જેની ડબિંગ પણ થઈ ચૂકી છે. વિચારો મે તમારી પાસે કામ નથી માંગ્યુ પરંતુ તમે મને બોલાવીને મારી પાસે ગીત ગવડાવીને પછી મારા ગીતો ડબ કરો છો, આ શું છે, હું 1991થી મુંબઈમાં કામ કરી રહ્યો છુ, તમે જ્યારે મારી સાથે આવુ કરી શકો છો તો પછી નાના બાળકો સાથે શું કરી રહ્યા હશો? હું તો આ બધુ સહન કરી ગયો છુ પરંતુ નવા બાળકો સહન નહિ કરી શકે, જે થઈ રહ્યુ છે ખોટુ થઈ રહ્યુ છે. થોડા તો દયાળુ બનો, કોઈની બદદુઆ ન લેવી જોઈએ. મારુ માનવુ છે કે ક્રિએટિવિટી બે લોકોના હાથમાં ન હોવી જોઈએ. બધુ તમે નક્કી કરશો તો મ્યુઝિક કેવી રીતે સારુ બનશે? પહેલા મ્યુઝિક સારુ હતુ. રાજકપૂરનુ અલગ હતુ, ઓપી નય્યરનુ અલગ હતુ અને શંકર જય કિશનનુ અલગ હતુ. તો નવા સિંગર્સ સાથે ખોટુ ના કરો અને થોડી તો દયા બતાવો.

સુશાંતનો મહિનાનો ખર્ચ 10 લાખ રૂપિયા, સુસાઈડના 3 દિવસ પહેલા સ્ટાફને કહ્યુ હતુ પૈસા નહિ આપી શકુસુશાંતનો મહિનાનો ખર્ચ 10 લાખ રૂપિયા, સુસાઈડના 3 દિવસ પહેલા સ્ટાફને કહ્યુ હતુ પૈસા નહિ આપી શકુ

English summary
Sonu Nigam warns about suicides in the music industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X