પોતાની બાયોપિકમાં કેમિયો રોલ પ્લે કરશે આ બેડમિન્ટન સ્ટાર?

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ પર બાયોપિક ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. આ ફિલ્મ માટે લીડ રોલમાં કઇ એક્ટ્રેસને ફાઇનલ કરવી એ અંગે હજુ પણ રહસ્ય અકબંધ છે. આ ખબર આવ્યા ત્યારે પીવી.સિંધુએ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

sonu sood p v sindhu

ઉલ્લેખનીય છે કે, બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ ગત વર્ષે રિયો ઓલમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યાં હતા અને તેઓ સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ મહિલા પ્લેયર બન્યા છે. અનેક ભારતીયોને સિંધુની લાઇફ સ્ટોરી પરથી પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે, એ હેતુથી સોનુ આ ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઇ રહ્યાં છે. સોનુ ઇચ્છે છે કે, પી.વી.સિંધુ આ ફિલ્મમાં કેમિયો રોલ પ્લે કરે.

આ અંગે વાત કરતાં સોનુ સૂદે કહ્યું કે, હું ખરેખર ઇચ્છું છું કે પી.વી.સિંધુ આ ફિલ્મનો ભાગ બને, ભલે પછી તે માત્ર એક સ્પેશિયલ એપિરિયન્સ જ કેમ ન હોય! ફિલ્મનું હજુ સ્ક્રિપ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. હું જોઇશ કે કઇ રીતે પી.વી.સિંધુને સ્ક્રિન પર લાવી શકાય એમ છે, જો આ શક્ય થયું તો ફિલ્મ વધુ સ્પેશિયલ બની રહેશે અને હું એ માટે જ પ્રયત્નશીલ છું.

A post shared by sindhu pv (@pvsindhu1) on May 11, 2017 at 12:26am PDT

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ સેટની જગ્યાએ રિયલ લોકેશન્સ પર શૂટ કરવામાં આવશે. 22 વર્ષીય એથલિટ પર ફિલ્મ બનાવવા અંગે સોનુ અત્યંત એક્સાઇટેડ છે, તેમણે પોતાનું રિસર્ચ કર્યું છે, છેલ્લા એક વર્ષથી તેઓ આ ફિલ્મના રિસર્ચ વર્કમાં લાગેલા છે. થોડા સમય પહેલાં જ સોનુ સૂદ અને પી.વી.સિંધુએ આ ફિલ્મની સ્ક્રિપ્ટના પ્રોગ્રેસ અંગે મીટિંગ પણ કરી હતી.

English summary
Badminton star P.V.Sindhu will be soon portrayed on the big screen, Sonu Sood is going to produce this film. He wants the player to play a cameo in this film.
Please Wait while comments are loading...