For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ સાઇટ પર ભટ્ટીને શબ્દાંજલિનો અવિરત પ્રવાહ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 ઑક્ટોબર : દેશમાં કૉમેડી કિંગ તરીકે જાણીતાં જસપાલ ભટ્ટીના આકસ્મિત મોતથી બૉલીવુડ સહિત સમગ્ર દેશ આઘાતમાં છે. કોઈને સમજાતું નથી કે તેમને કાયમ હસાવનાર માણસ આમ અચાનક તેમને છોડીને કઈ રીતે જતો રહ્યો. લોકો ફેસબુક, ટ્વિટર ઉપર પોતાનો આઘાત પ્રકટ કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે હાસ્ય કલાકાર, લેખક, અભિનેતા, ફિલ્મકાર અને ટેલીવિઝનની જાણીતી હસ્તી જસપાલ સિંહ ભટ્ટીનું ગુરુવારે વહેલી સવારે ત્રણ વાગ્યે એક માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. આ અકસ્માત પંજાબમાં જલંધર પાસે શાહકોટ ખાતે થયો. અકસ્માતમાં તેમના પુત્ર જસરાજ પણ ઈજાગ્રસ્ત થયાં છે.

આવો તસવીરો વડે આપને બતાવીએ કે કયા શબ્દો દ્વારા લોકો જસપાલ ભટ્ટીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યાં છે :

સ્વસ્થ મનોરંજન પીરસતાં - અનુપમ

સ્વસ્થ મનોરંજન પીરસતાં - અનુપમ

બહુમુખી પ્રતિભાના માલિક અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું છે કે જસપાલ ભટ્ટી કાયમ સ્વસ્થ મનોરંજન પીરસતા હતાં.

સારાં લોકોને છીનવી રહ્યાં છે ભગવાન - અરશદ

સારાં લોકોને છીનવી રહ્યાં છે ભગવાન - અરશદ

ફિલ્મ અભિનેતા અરશદ વારસીએ ટ્વિટર પર લખ્યું છે કે ખબર નહિં કેમ ભગવાન એક-એક કરીને સારાં લોકોને આપણી પાસેથી છીનવી રહ્યાં છે. ભટ્ટી સાહેબની ઉણપ કોઈ પૂર્ણ નહિં કરી શકે.

ચાર્લી ચૅપલિન હતાં - અશોક ચક્રધર

ચાર્લી ચૅપલિન હતાં - અશોક ચક્રધર

પ્રખ્યાત કવિ અશોક ચક્રધરે જસપાલ ભટ્ટીના મોતને રાષ્ટ્ર માટે અપૂરણીય ક્ષતિ ગણાવી છે અને જણાવ્યું કે ભટ્ટી સાહેબ તો ભારતના ચાર્લી ચૅપલિન હતાં.

નિર્મળ હાસ્યના પ્રતિપાદક - કુમાર

નિર્મળ હાસ્યના પ્રતિપાદક - કુમાર

કવિ ડૉ. કુમાર વિશ્વાસે ફેસબુક પર લખ્યું છે કે નિર્મલ હાસ્યના સરળ પ્રતિપાદક આત્મીય સાથી શ્રી જસપાલ ભટ્ટીને સાદર વિદાય.

ચાર્લી ચૅપલિન હતાં - અશોક ચક્રધર

ચાર્લી ચૅપલિન હતાં - અશોક ચક્રધર

પ્રખ્યાત કવિ અશોક ચક્રધરે જસપાલ ભટ્ટીના મોતને રાષ્ટ્ર માટે અપૂરણીય ક્ષતિ ગણાવી છે અને જણાવ્યું કે ભટ્ટી સાહેબ તો ભારતના ચાર્લી ચૅપલિન હતાં.

English summary
After Jaspal Bhatti's death, many celebrities, supporters and fans of Bhatti expressed their sorrow on the social networking sites.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X