Sourav Ganguly's Daughter : કેમ અચાનક ચર્ચામાં આવી સૌરવ ગાંગુલીની દિકરી? જાણો હાલ શું કરી રહી છે?

Sourav Ganguly's Daughter : પશ્ચિમ બંગાળના કોલકત્તામાં ડોક્ટર સાથે બનેલી ખૌફનાક ઘટના બાદ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ ઘટના વચ્ચે સૌરવ ગાંગુલીની દિકરી સના ગાંગુલી પણ ચર્ચામાં આવી છે.

આ ઘટનાને લઈને હાલમાં જ સૌરવ ગાંગુલી સાથે સાથે તેની પત્ની ડોના અને પુત્રી સના ગાંગુલી પણ જોવા મળી હતી. આ પછી સના ચર્ચામાં આવી ગઈ છે.

Sourav Ganguly s Daughter

સૌરવ ગાંગુલીના પરિવારે આરજી કર હોસ્પિટલમાં બનેલી ઘટના સામે ન્યાયની માંગ સાથે મીણબત્તી પ્રગટાવી. ડોના ગાંગુલી અને તેની ડાન્સ એકેડમીના સભ્યો કાળા કપડા પહેરીને વિરોધમાં જોડાયા હતા. આ દરમિયાન ગાંગુલીની પુત્રી સના પણ જોવા મળી.

સના ગાંગુલી ભારતીય ક્રિકેટ દિગ્ગજ સૌરવ ગાંગુલીની પુત્રી છે. સનાનો જન્મ 3 નવેમ્બર 2001ના રોજ થયો છે. તેના પિતાનું ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટું નામ છે તો માતા એક વ્યાવસાયિક ઓડિસી નૃત્યાંગના છે, જેમણે ગુરુ કેલુચરણ મહાપાત્રા પાસેથી શાસ્ત્રીય નૃત્ય શીખ્યા છે.

સના ગાંગુલીએ કોલકાતાની લોરેટો હાઉસ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. 1942 માં સ્થપાયેલી લોરેટો હાઉસ દેશની પ્રતિષ્ઠિત શાળાઓમાંની એક છે. ભારતમાં સ્થપાયેલી આ સૌથી જૂની અને પ્રથમ લોરેટો સંસ્થા છે. સનાએ ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં 98 ટકા માર્ક્સ મેળવ્યા હતા અને ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગઈ હતી.

હાલમાં જ સનાએ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી અર્થશાસ્ત્રમાં બીએસસીની ડિગ્રી મેળવી છે. 1836 માં સ્થપાયેલી આ ઇંગ્લેન્ડની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક છે. સનાએ PwC અને Deloitteમાં ઈન્ટર્નશિપ પણ કરી છે. તેમની LinkedIn પ્રોફાઇલ મુજબ તે હાલમાં INNOVERV ખાતે સલાહકાર છે.

શૈક્ષણિક સફરને આગળ વધારવા તેણીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સમર સ્કૂલનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. તે હાલમાં ફાઇનાન્સિયલ એનાલિસિસ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં CFA સર્ટિફિકેશન મેળવી રહી છે. તેમણે મોર્ગન સ્ટેનલીમાં વેલ્થ મેનેજમેન્ટ એનાલિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.

તેની માતા ડોના ગાંગુલીની જેમ સના પણ એક પ્રશિક્ષિત ઓડિસી ડાન્સર છે. તેણે માત્ર 7 વર્ષની ઉંમરે સ્ટેજ પર પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. સના શાસ્ત્રીય સંગીત પણ જાણે છે. સના ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરતાં સના એકવાર વિવાદમાં ફસાઇ હતી. જો કે બાદમાં તેણે આ પોસ્ટ હટાવી દીધી હતી. ત્યારે પિતા સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે તે રાજકીય બાબતોને સમજવા જેટલી ઉમરની નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X