સાઉથના સુપરસ્ટાર ધનુષે માતાપિતાને ભેટમાં આપ્યુ મહેલ જેવુ ઘર, કિંમત જાણીને ચોંકી જશો

સાઉથના સુપરસ્ટાર ધનુષે આ મહાશિવરાત્રિના દિવસે પોતાના માતાપિતાને મહેલ જેવુ ઘર ભેટમાં આપ્યુ છે.

Dhanush New Home: સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ધનુષ પોતાની પત્ની ઐશ્વર્યાને ડિવૉર્સ આપવા બાબતે ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યા. હાલમાં ધનુષે એક ઘર લીધુ છે જે કોઈ મોટા મહેલથી કમ નથી. આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ધનુષે પોતાના માતાપિતાને એક નવુ ઘર ભેટમાં આપ્યુ છે. ધનુષના આ ઘરની કિંમત જાણીને તમે ચોંકી જશો.

ધનુષે માતાપિતાને ભેટમાં આપ્યુ ઘર

ધનુષે માતાપિતાને ભેટમાં આપ્યુ ઘર

તમને જણાવી દઈએ કે ધનુષે ચેન્નાઈમાં એક નવુ આલીશાન ઘર ખરીદ્યુ છે અને તે તેના માતા-પિતાને ભેટમાં આપ્યુ છે. આ આલીશાન ઘરની કિંમત 150 કરોડ રૂપિયા હોવાનુ કહેવાય છે. તેણે પોતાના નવા ઘર માટે એક નાનકડી પાર્ટીનુ પણ આયોજન કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના અવસર પર ધનુષે નવા ઘરમાં પૂજાનુ આયોજન કર્ય હતુ અને તેના માતા-પિતા સાથે આ પ્રસંગની ઉજવણી કરી હતી.

ધનુષનુ નવુ ઘર છે મહેલ જેવુ

ધનુષનુ નવુ ઘર છે મહેલ જેવુ

ધનુષના આ આલીશાન નવા ઘરની તસવીરો અને તેમાં આયોજિત પૂજા અને પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનુષે મહાશિવરાત્રીના અવસર પર ચેન્નાઈમાં નવા ઘરમાં પ્રવેશ કર્યો હતો. ધનુષનુ આ નવુ ઘર કોઈ મહેલથી કમ નથી લાગી રહ્યુ.

સામે આવ્યો ધનુષનો નવો લુક

ધનુષના આ આલીશાન ઘરની સુંદર તસવીરો સાઉથના પ્રખ્યાત નિર્દેશક સુબ્રમણ્યમ સિવાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેમણે ધનુષને અભિનંદન આપતી લાંબી નોટ પણ પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ધનુષનો લુક પણ સાવ અલગ છે. ધનુષે આ ખાસ અવસર પર સફેદ પાયજામા સાથે વાદળી રંગનો કુર્તો પહેર્યો હતો. આ ઉપરાંત, તેણે લાંબી દાઢી રાખી હતી. તેની વધેલી દાઢી અને લાંબા વાળ લોકોને આકર્ષી રહ્યા હતા.

ઘરના ફોટા જોઈ ચોંકી ગયા લોકો

ઘરના ફોટા જોઈ ચોંકી ગયા લોકો

ધનુષના આલીશાન ઘરની તસવીરો શેર કરતા નિર્દેશક સુબ્રમણ્યમે લખ્યુ છે - મારા નાના ભાઈ ધનુષે તેના માતા-પિતા માટે નવુ આલીશાન ઘર ખરીદ્યુ છે જે કોઈ મંદિરથી કમ નથી. તેણે પોતાના માતા-પિતા માટે આ સ્વર્ગ બનાવ્યુ છે. તે હંમેશા ખુશ રહે અને આવી જ પ્રગતિ કરતા રહે. ઘણા યુવાનો તેમની પાસેથી પ્રેરણા લેશે. તે એક મહાન કામ કરી રહ્યા છે. તે બહુ સારા વ્યક્તિ છે.

મહાશિવરાત્રિ પર થયો ગૃહપ્રવેશ

મહાશિવરાત્રિ પર થયો ગૃહપ્રવેશ

તમને જણાવી દઈએ કે ધનુષનુ નવુ ઘર ચેન્નાઈના પોએસ ગાર્ડનમાં આવેલુ છે. વર્ષ 2021માં ધનુષ અને તેની પૂર્વ પત્ની ઐશ્વર્યાએ આ ઘરનુ ભૂમિપૂજન કર્યુ હતુ. ત્યારપછી આ ઘરનુ નિર્માણ કાર્ય શરૂ થયુ હતુ. હવે આ આલીશાન ઘરનુ નિર્માણ પૂર્ણ થયુ છે અને મહાશિવરાત્રીના દિવસે ગૃહ પ્રવેશની વિધિ કરવામાં આવી હતી. આ પૂજામાં સુપરસ્ટાર રજનીકાંત અને તેમની પત્ની લતાએ પણ ભાગ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X