• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત બગડી, ચેન્નઈની હૉસ્પિટલમાં કરાયા દાખલ

|
Google Oneindia Gujarati News

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની તબિયત વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ કમલ હાસનને 23 નવેમ્બરના રોજ રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. કથિત રીતે તેમને તાવ હતો અને તેની સારવાર માટે અને નિયમિત હેલ્થ ચેકઅપ માટે તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વળી, ડૉક્ટરોએ તેમને થોડા દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ તેમને ઑબ્ઝર્વેશન બાદ ટૂંક સમયમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. જો કે, હજુ સુધી કમલ હાસન દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી. કહેવામાં આવી રહ્યુ છે કે અભિનેતાને આજે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે.

શૂટિંગ દરમિયાન કમલ હાસનને અસ્વસ્થતા અનુભવાઈ હતી

શૂટિંગ દરમિયાન કમલ હાસનને અસ્વસ્થતા અનુભવાઈ હતી

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કમલ હાસન તેમના મેન્ટર અને દિગ્ગજ નિર્દેશક કે.વિશ્વનાથની હૈદરાબાદમાં મુલાકાત કરી હતી અને બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મળતી માહિતી મુજબ સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન હાલમાં બિગ બૉસ તમિલ સિઝન 6 હોસ્ટ કરી રહ્યા છે. તે છેલ્લી 6 સિઝનથી આ શોનુ એન્કરિંગ કરી રહ્યા છે અને તે તમિલમાં ખૂબ જ લોકપ્રિય રિયાલિટી શો છે. બીજી તરફ 23 નવેમ્બરે આ શોના શૂટિંગ દરમિયાન કમલ હાસનને અસ્વસ્થતા અનુભવાઈ હતી. તેમને હળવો તાવ પણ હતો.

થોડા દિવસ આરામ કરવાની સલાહ

થોડા દિવસ આરામ કરવાની સલાહ

હૈદરાબાદથી પરત ફર્યા બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઈની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમની સારવાર કરી અને તેમને સ્વસ્થ થવા માટે થોડા દિવસ આરામ કરવાનુ પણ સૂચન કર્યુ. કમલ હાસનને શનિવારે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં કમલ હાસન કામના અનુસંધાનમાં હૈદરાબાદ ગયા હતા. ત્યાં તેઓ તેમના ગુરુ કે.વિશ્વનાથને મળ્યા હતા અને બીજા પણ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

કમલ હાસનના અપકમિંગ પ્રોજેક્ટ્સ

કમલ હાસનના અપકમિંગ પ્રોજેક્ટ્સ

કમલ હાસન હાલમાં દિગ્દર્શક શંકરની ઈન્ડિયન 2 અને બિગ બૉસ તમિલ સિઝન 6ના શૂટિંગમાં વ્યસ્ત છે. બીજી તરફ ઈન્ડિયન 2 નુ શૂટિંગ પૂર્ણ કર્યા પછી કમલ હાસન કેએચ 234 માટે નિર્દેશક મણિ રત્નમ સાથે હાથ મિલાવશે. આવી સ્થિતિમાં આ નાયકન જોડી ફરી એકવાર સાથે કામ કરશે. કમલ હાસન ટૂંક સમયમાં સાઉથના પ્રખ્યાત નિર્દેશક પા રંજીથ સાથે કામ કરવા જઈ રહ્યો છે.

English summary
South Superstar Kamal Haasan admitted to hospital in Chennai due to ill health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X