સરળ નહોતો સ્પેશિયલ 26નો રોલ : અક્ષય કુમાર
મુંબઈ, 1 ફેબ્રુઆરી : ફિલ્મોમાં ગઝબનાક તથા ખતરનાક સ્ટંટ્સ કરનાર અક્ષય કુમાર ક્યારેય બૉડી ડબલનો પ્રયોગ નથી કરતાં, પરંતુ આ વખતે તેમના માટે પણ થોડુંક પડકારજનક હતું. જાણવા માંગશો શું? તો આવો આપને બતાવીએ. તેમના માટે પડકારજનક હતો આવનાર ફિલ્મ સ્પેશિયલ 26નો રોલ કે જે તેમને અંદરથી હચમચાવી ગયો. અક્ષયે જણાવ્યું કે આ રોલ તેમના અત્યાર સુધીના કૅરિયરનો સૌથી જુદો અને પડકારજનક છે. તેને ભજવવામાં તેમને ખૂબ મહેનત કરવી પડી.

આપને જણાવી દઇએ કે સ્પેશિયલ 26 ફિલ્મમાં અક્ષય નકલી સીબીઆઈ ઑફિસરની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ અગાઉ પણ અક્ષયે જણાવ્યુ હતું કે ફિલ્મની વાર્તા 1987-89ની એક સત્યઘટના પર આધારિત છે. આ બાબત હું શરુઆતમાં સમજી ન શક્યો હતો, તેથી મેં ફિલ્મને હા પાડવામાં ચાર માસ જેટલો સમય લીધો, પરંતુ પછીથી મને વાર્તા સમજાઈ. મને લાગ્યું કે આ માત્ર એક ફિલ્મ નહીં, પણ એક સંદેશ છે કે જેનાથી દરેક નાગરિકે રૂબરૂ થવું જોઇએ. તેથી મેં આ ફિલ્મ કરી છે.
નોંધનીય છે કે નીરડ પાન્ડે દિગ્દર્શિત સ્પેશિયલ 26 ફિલ્મમાં મનોજ બાજપાઈ, અનુપમ ખેર, જિમી શેરગિલ અને કાજલ અગ્રવાલ લીડ રોમાં છે. ફિલ્મ 8મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ અંગે અન્ય કલાકારોએ પણ દાવો કર્યો છે કે ફિલ્મ લોકોના હૃદયને સ્પર્શશે અને આ જ અમારો ઉદ્દેશ પણ છે. ફિલ્મમાં અક્ષયે ગીત પણ ગાયું છે. ફિલ્મ માટે અક્ષયે પોતાની ફી પણ અડધી કરી નાંખી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
